નવી દિલ્હી: બુધવારે સવારે પીએમ નરેંન્દ્ર મોદીનો એક અલગ પ્રકારનો ઇન્ટરવ્યૂં લોકોની સમક્ષ આવ્યો, ઇન્ટરવ્યૂ લેનાર હતો બોલીવુડ સુપર સ્ટાર. અક્ષય કુમારની સાથે પોતાના અંગત જીવન પર ચર્ચા કરી, જે ઇન્ટરવ્યૂ આખા દેશમાં પ્રસારિત થયો. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ અક્ષયની પત્ની ટ્વિંકલના ટ્વિટ્સ પર પણ વાત કરી હવે ટ્વિંકલે પણ આ વાતનો જવાબ આપી દીધો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાનમંત્રી મોદીએ અક્ષય કુમારના ઘરમાં પારિવારિક શાંતિની પાછળ પોતાને જવાબદાર ગણાવ્યા હતા, તેમનું કહેવું હતું કે ટ્વિંકલને ફોલો કરે છે. હવે ટ્વિંકલે પણ મોડું કર્યા વિના પીએમ મોદીની વાતનો જવાબ આપી દીધો છે. કદાચ દરેકને ટ્વિંકલની આ પ્રતિક્રિયાનો આતુરતાપૂર્વક ઇંતઝાર હતો. કારણ કે ટ્વિંકલ એકદમ હાજર જવાબી છે અને સાથે જ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. જુઓ ટ્વિકલનો જવાબ...
અક્ષય કુમારના સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા પ્રશ્ન બાદ મોદીએ કહ્યું હતું કે 'હું તમારી સાથે ટ્વિકલજીનું ટ્વિટર પણ જોવું છું. મને લાગે છે કે મારા કારણે તમારા બંને વચ્ચે ઝઘડો થતો નહી હોય કારણ કે તે બધો ગુસ્સો તો ટ્વિટર પર મારા પર કાઢી નાખે છે. મારા કારણે તમારા ઘરમાં પારિવારિક શાંતિ રહેતી હતી. આ વાત સાંભળીને અક્ષય કુમાર ખડખડાટ હસી પડ્યો. કારણ કે કદાચ તેમણે ક્યારેય વિચાર્યું નહી હોય કે દેશ પીએમ આ પ્રકાર મજાકિયા અંદાજમાં તેમની સાથે વાત કરશે. 


PM મોદીએ શું કહ્યું? જુઓ ખાસ મુલાકાત