મુંબઇ: બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના રાઇટર તરીકે હાલમાં ઘણી ચર્ચામાં રહી છે. તેની બુક ‘પાયજામાજ આર ફોરગિવિંગ’ના લોન્ચિંગ સમયે મુંબઇમાં ટ્વિકલને કહ્યું હતું કે પતિ અને એક્ટર અક્ષય કુમારે તેને ફરીવાર એક્ટિંગ કરવાની ના પાડી હતી. આ સાથે મજાકમાં ટ્વિંકલે કહ્યું હતું કે તેણે જે ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું છે, તે બધી ફિલ્મોને બેન કરી દેવી જોઇએ, તેથી તે ફિલ્મોને કોઇ જોઇ ના શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિંકલે હસ્તા હસ્તા કહ્યું હતું કે, મારા પતિ અક્ષય કુમારે મને ક્યારે પર બે કામ કરવાની સલાહ આપી નથી. એક એક્ટિંગ અને બીજું છે સ્ટેંડઅપ કોમેડી. જોકે, લોકોને હસાવવું મારા માટે મુશ્કેલ નથી કેમકે હું સાચું બોલુ છું અને લોકોને તમારા પાસે સત્યની આશા બિલ્કુલ હોતી નથી તેથી જ આ તેમના માટે ખૂબ રમૂજી વાત હોય છે.


રાઇટર ટ્વિંકલને પૂછવામાં આવ્યું કે તેમની કઇ ફિલ્મને અત્યારે બીજીવાર બનાવવામાં આવી જોઇએ તો તેણે રમુજમાં કહ્યું હતું કે, ‘‘મેં એક પણ હિટ ફિલ્મ આપી નથી. મને લાગે છે કે મારી બધી જ ફિલ્મોને પ્રતિબંધિત કરી દેવામાં આવવી જોઇએ. તેથી તેને કોઇ જોઇ શકે નહી.


આ મોકા પર તેના પતિ અક્ષય કુમાર, માં ડિંપલ કપાડિયા, કરણ જોહર, રણવીર સિંહ, સોનમ કપૂર, બોબી દેઓલ, તાન્યા દેઓલ, આર.બાલ્કી, ગૌરી શિંદે, માના શેટ્ટી અને સકંદર ખેર હાજર હતા.


વર્ષ 1995માં હિન્દી ફિલ્મ ‘બરસાત’થી શરૂઆક કરનારી ટ્વિંકલની અસફળ ફિલ્મો જેવીકે ‘ઇતિહાસ’, ‘જુલ્મી’ અને ‘મેલા’માં કામ કર્યું છે. અક્ષયની સાથે 2001માં લગ્ન કર્યા પછી તેણે એક્ટિંગની દુનિયા છોડી દીધી હતી. ટ્વિંકલ ખન્નાને છેલ્લીવાર 2010માં આવેલી ફિલ્મ ‘તીસમાર ખાં’માં ગેસ્ટ એપીએરેંસની તરીકે જોવા મળી હતી.


મિસ્ટર ખિલાડી એટલે કે અક્ષય કુમારની પત્ની 43 વર્ષીય ટ્વિંકલ કોલમ પણ લખી રહી છે અને પોતના ચુટીલા અંદાજના લેખન માટે લોકપ્રિય છે. ‘પેજામાજ અને ફોરગિવિંગ’થી પહેલા એક્ટ્રેસ અને રાઇટર ટ્વિંકલ ખન્નાના બે નોવલ ‘મિસેજ ફનીબોન્સ’ અને ‘ધ લેજેંડ ઓફ લક્ષ્મીપ્રસાદ’ બજારમાં આવી ચૂકી છે.


પોતાની પત્નીની નવી નોવેલ માટે એક્સાઇટેડ અક્ષયએ ટ્વિટ કર્યું, ‘‘જ્યારે તે પુસ્તક લખી રહી હતી, ત્યારે આખો પરિવાર ધીરે-ધીરે ચાલતુ-ફરતુ હતું. એવામાં મને ખુશી છે કે તેણે તેની નોવેલ પૂરી કરી લીધી છે.’’


જણાવી દઇએ કે બોલીવુડ સુપસ્ટાર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના બે બાળક આરવ અને નિતારાની માં છે.