નવી દિલ્હી: સોશિયલ મીડિયાની દુનિયામાં એક અલગ અને ખાસ ઓળખ રાખવી એટલું સરળ નથી, જેટલું જોવામાં સરળ લાગે છે. ઈન્ટરનેટની દુનિયામાં એવા લાખો લોકો છે જેઓ તમને પસંદ કરે છે. તમારી એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે, જ્યારે એવા પણ ઘણા લોકો હોય છે જેઓ ઘણા સ્ટાર્સને ટ્રોલ કરે છે અને હેરાન કરે છે. ઉર્ફી જાવેદ પણ એવા સ્ટાર્સમાંથી એક છે, જેમને હંમેશા ચાહકોની પ્રશંસાની સાથે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે ઉર્ફી સાથે જે થઈ રહ્યું છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉર્ફી વિશે ફેક સમાચાર શેર કરી રહ્યા છે લોકો
ઉર્ફી જાવેદે તાજેતરમાં ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસની આકરી નિંદા કરી હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે, અલ્લાહને ધર્મના નામે આવી બર્બરતા ક્યારેય મંજૂર નથી. જ્યારથી ઉર્ફીએ આ પોસ્ટ લખી છે ત્યારથી તેને લોકો તરફથી ધમકીભર્યા અને અશ્લીલ મેસેજ મળી રહ્યા છે. પરંતુ હવે તો હદ જ વટી ગઈ છે. ઉર્ફીને પહેલા માત્ર ધમકીઓ મળતી હતી, હવે કેટલાક લોકો અભિનેત્રીની આત્મહત્યાની ખોટી પોસ્ટ શેર કરીને ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. ઉર્ફી જાવેદે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.


ઉર્ફી જાવેદે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જે પોસ્ટ શેર કરી છે તેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ કોલાજ ફોટો શેર કર્યો છે. એક તરફ એક છોકરી ગળામાં ફાંસો લટકાવી આત્મહત્યા કરતી જોવા મળે છે અને તેની સાથે કોલાજમાં ઉર્ફી જાવેદનો ફોટો મુકવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે- RIP ઉર્ફી જાવેદ. ઉર્ફીની ફેક સુસાઈડ પોસ્ટ પર કોમેન્ટ કરતા તે જ વ્યક્તિએ લખ્યું - ઉર્ફીની હત્યા કરનાર વ્યક્તિ સાથે ઉભો છું.



લોકોની વિચારસરણીથી પરેશાન છે ઉર્ફી
ઉર્ફી જાવેદે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર યુઝરની આ અશ્લીલ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને ચિંતા વ્યક્ત કરી છે. તેણે લખ્યું છે કે, આ દુનિયામાં શું થઈ રહ્યું છે? આની આગળ એક્ટ્રેસે લખ્યું- મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને હવે કોમેન્ટમાં લખવામાં આવ્યું છે કે જેઓએ મારી હત્યા કરી છે, તેમની સાથે તે ઉભો છે.


મોસ્ટ સર્ચ સ્ટાર છે ઉર્ફી
ઉર્ફી સોશિયલ મીડિયાની ક્વિન છે. અભિનેત્રી તેની અતરંગી ફેશનને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. વિશ્વભરમાં સૌથી વધુ સર્ચ કરાયેલા એશિયનોની યાદીમાં તે 57મા નંબરે છે. આ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવીને ઉર્ફીએ જ્હાન્વી કપૂર, કિયારા અડવાણી, કંગના રનૌત જેવી મોટી હસ્તીઓને પછાડી દીધી છે. આટલી લોકપ્રિય સ્ટારને આવી ધમકીઓ મળવી ખરેખર આશ્ચર્યની સાથે સાથે હેરાન કરનારી વાત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube