અમદાવાદ: બૉલીવુડમાં અને દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ બાયોપિક અને ફિલ્મ બેઝડ ઓન ટ્રુ ઈવેન્ટ્સ ઘણું ટ્રેન્ડમાં છે પરંતુ આવનારી ગુજરાતી ફિલ્મ બહુ ના વિચારની ટેગલાઈન કઈંક અલગજ છે જેમાં લખ્યું છે ટ્રુ ઈવેન્ટ્સ વીલ બી બેઝડ ઓન ધીસ ફિલ્મ એટલે કે સાચી ઘટનાઓ આ ફિલ્મ પર આધારિત હશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ભવ્ય ગાંધી( તારક મેહતામાં ટપ્પુનો રોલ કરનાર), જાનકી બોડીવાલા,દેવર્ષિ શાહ અને રાગી જાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મ ની વાર્તા આજના યુથ પર આધારિત છે તેમના સ્વપ્નાંઓ, અપેક્ષાઓ અને અનેક વસ્તુઓ આ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે. કોલેજના ગ્રેજ્યુએશનના 5 દિવસ પહેલા વરુણ (ભવ્ય ગાંધી) સ્ટોક માર્કેટની બેટીંગમાં 40 લાખ રૂપિયા જીતી જાય છે અને તે પોતાના ખુબજ પસંદીદા સ્ટાર્ટઅપ વિચાર માટે પોતાના બાળપણના મિત્રોને ભેગા કરે છે અને તેમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે અને પાંચે મિત્રો ઉદ્યોગસાહસિક માટેના નેશનલ લેવલના રિયાલિટી શોમાં ભાગ લેવા માટે જાય છે અને તેમના જીવનમાં શું થાય છે અને કઈ રીતે તેઓ આગળ વધે છે તેવા તેમના જીવનના અને સ્ટાર્ટઅપના અનેક પહેલુઓને આ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યો છે.


ફિલ્મના ડિરેક્ટર ઋતુલ વિશલીંગ વૂડ્સ ઇન્ટરનેશનલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ અને મ્યુજિક વિડીયો બનાવ્યા છે અને સુરજ કુરાડે આ ફિલ્મના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફર છે. જેમણે બોડીગાર્ડ, બરફી, ધ ગાઝી એટેક, એરલિફ્ટ જેવી અનેક બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મ નું એન્થમ ગીત 'બહુ ના વિચાર' એ ગુજરાત ના 7 શ્રેષ્ઠ ગુજરાતી ગીતકારો જીગરદાન ગાઢવી, આદિત્ય ગઢવી, કિર્તીદાન ગઢવી, સિદ્ધાર્થ અમિત ભાવસાર, ઐશ્વર્યા મઝુમદાર, પાર્થ ઓઝા અને મિત જૈન દ્વારા ગવાયું છે.