સલમાનના કારણે અટકી પડ્યું `ભારત`નું શૂટિંગ, કારણ કે...
ફિલ્મ `ભારત`માં સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી કામ કરી રહી છે
મુંબઈ : ફિલ્મ 'ભારત'ના ડિરેક્ટ અલી અબ્બાસે આ ફિલ્મનું અંતિમ શેડ્યુલ આટોપવાનો ઇનકાર કરી દીધો છે. આનું કારણ સલમાન ખાન સાથે જોડયાયેલું છે. હાલમાં સલમાનની 'ભારત'ની ચર્ચા છે. ફિલ્મના દિલ્હી અને પંજાબ શેડ્યુલનું શૂટિંગ થઈ ગયું છે પણ એનું એડિટિંગ કામ ચાલુ છે. જોકે આ સંજોગોમાં ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે ફિલ્મનું શૂટિંગઆટોપવાનો ઇનકાર કરી દીધો છે જેનું કારણ સલમાનને ગણાવાયો છે.
ડિરેક્ટરે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ''ભારત ફિલ્મના દિલ્હી અને પંજાબના શેડ્યુલનું કામ થઈ ગયું છે. ફિલ્મનું છેલ્લું શેડ્યુલ હવે ન્યૂ યર વખતે શૂટ કરવામાંઆવશે....ભાઈના બર્થ-ડેના મહિનામાં કોણ કામ કરે છે, જોકે અમે એડિટિંગમાં વ્યસ્ત છીએ.''
લગ્ન પછી જાહેરમાં પ્રિયંકાએ કર્યો મારકણો ડાન્સ, Video વાઇરલ
નોંધનીય છે કે સલમાન 27 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરશે અને અલી અબ્બાસ ઝફર આ દિવસને ખાસ બનાવવા માગે છે. આ ફિલ્મ ઓડ ટુ માઇ ફાધરની હિન્દી રિમેક છે જેમાં યુદ્ધ સમયની ઘટનાઓને દેખાડવામાં આવી છે. આ ફિલ્મમાં સામાન્ય વ્યક્તિના દૃષ્ટિકોણથી દેશમાં 60 વર્ષમાં થયેલા પરિવર્તન દેખાડવામાં આવ્યા છે. આ ફિલ્મ 5 જૂન, 2019ના દિવસે ઇદના પ્રસંગે રિલીઝ કરવાની તૈયારી છે.