મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી છેલ્લા કેટલાક સમયથી સિરિયસ રિલેશનશીપમાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બંને આ વર્ષના અંત સુધી લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમના લગ્નને બહુ પ્રાઇવેટ રાખવામાં આવશે અને પછી મુંબઈ તેમજ બેંગ્લુરુ ખાતે રિસેપ્શન આપવામાં આવશે. આ સંજોગોમાં જોડી લગ્ન પછી ક્યાં રહેશે એ પણ નક્કી થઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SBIએ કંઈ પણ ન કરીને કમાણી કરી 39 કરોડ રૂ.ની !


રણવીર હાલમાં પોતાના પરિવાર સાથે જ્યાં રહે છે એ પોશ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં બે ફ્લોર ખરીદી લીધા છે. રણવીરના આ નિર્ણય પછી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે લગ્ન પછી દીપિકા અને રણવીર પોતાના પરિવારની નજીક જ રહેવાના છે. હાલમાં આ ફ્લોરના રિનોવેશનનું કામ શરૂ થઈ રહ્યું છે જેના પર દીપિકા દેખરેખ રાખી રહી છે. રણવીર હાલમાં પોતાની આગામી ફિલ્મ 'સિંબા'ના શૂટિંગ માટે હૈદરાબાદમાં વ્યસ્ત છે. શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે આ જોડી વિરાટ અને અનુષ્કાના ઘર પાસે મકાન ગોતી રહ્યા છે પણ હવે આ સમાચાર આ્વ્યા છે. રણવીર અને દીપિકાનો એક બંગલો ગોવામાં પણ છે. 


હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની માતા સાથે જ્વેલરી શોપિંગ કરતા ક્લિક થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે પાદુકોણ પરિવાર શોપિંગમાં ઘણો જ વ્યસ્ત છે. ચર્ચા છે કે નવેમ્બરમાં દીપિકા-રણવીરના લગ્ન છે અને લગ્ન પહેલાં જ દીપિકા તથા તેનો પરિવાર તમામ ખરીદી કરી લેવા માંગે છે. હાલમાં દીપિકાની માતા ઉજ્જ્વલા મુંબઈ આવી છે અને મા-દીકરી ભરપુર શોપિંગ કરી રહ્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...