સંકટના સમયમાં મદદગાર બની Urvashi Rautela, આટલા કરોડનું કર્યું દાન
ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડાઈ માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડાઈ માટે પાંચ કરોડ રૂપિયા દાન કર્યાં છે. તેનું કહેવું છે કે આપણે એક સાથે આવવાની જરૂર છે અને કોઈપણ દાન નાનું નથી. હાલમાં ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રશંસકોને વર્ચુઅલ ડાન્સ માસ્ટરક્લાસનું આયોજન કરવાની જાણકારી આપી હતી. તેનું સત્ર તે બધા માટે ફ્રીમાં છે જે પોતાનું વજન ઘટાડવા અને નૃત્ય શીખવા ઈચ્છે છે.
ઇન્સ્ટાગ્રામ પર ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ જણાવ્યું કે, તે સત્રમાં જુમ્બા, તબતા અને લેટિન ડાન્સ શીખવાડશે. ટિકટોક પર ડાન્સ માસ્ટરક્લાસે તેને 1.8 કરોડ લોકોને સાથે જોડ્યા હતા. તેનાથી ઉર્વશીને પાંચ કરોડ રૂપિયા મળ્યા, આ રકમ તેણે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં દાન કરી દીધી છે.
પરપ્રાંતિય મજૂરોની મદદ માટે આગળ આવ્યો સોનૂ સૂદ, જાતે કરી બસોની વ્યવસ્થા; વિદાય આપવા પણ પહોંચ્યો
તેણે કહ્યું, હું બધાની આભારી છું, જે પણ તે કરી રહ્યં છે ન માત્ર અભિનેતાઓ, રાજનેતાઓ, સંગીતકારો કે પ્રોફેશનલ એથલીટો માટે પરંતુ સામાન્ય જનતા માટે પણ, કારણ કે આપણે બધાએ એક સાથે રહેવાની જરૂર છે અને બધાના સમર્થનની પણ જરૂર છે. કોઈ દાન નાનું નથી હોતું. આપણે સાથે મળીને દુનિયાને હરાવી શકીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર