58 લાખ રૂપિયાના ઉર્વશીના આ લુકના દિવાના બની ગયા હજારો ફેન્સ
ઉર્વશી પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે. હાલમાં જ ઉર્વશીએ પાટણના પટોળા સાડીમાં કેટલીક સુંદર તસવીરો શેયર કરી છે.
મુંબઇ: બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રતૌલાની ફેશન સેન્સ ખરેખર ખુબ જ પ્રશંસનીય છે. તેમનુ ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ અલગ અલગ આઉટફિટમાં પાડેલા ફોટોઝથી ભર્યુ પડ્યું છે. કેટલીક ઈવેન્ટ્સમાં તેમના આઉટફિટના કારણે તેઓ ટ્રોલ પણ થયા છે. જોકે એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કોણ શું કહે છે. ઉર્વશી પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે. હાલમાં જ ઉર્વશીએ પાટણના પટોળા સાડીમાં કેટલીક સુંદર તસવીરો શેયર કરી છે. મલ્ટીકલર કોમ્બિનેશનની સાડી અને હેવી જ્વેલરી તેમની પર ખરેખર સુંદર લાગે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube