નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2019) મેચમાં 65 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 51 બોલમાં પોતાના કેરિયરની 51મી ફીફ્ટી પુરી કરી અને પછી 57 રન પર પહોંચતાં જ 11 હજાર રન પુરા કરી લીધા. પાકિસ્તાન વિરૂદ્ધ તેમણે પોતાની ઇનિંગમાં 65 બોલનો સામનો કરી સાત ચોગ્ગા ફટકાર્યા. મેચ દરમિયાન બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પણ ટીમ ઇન્ડીયાને ચીયરઅપ કરવા પહોંચી. અભિનેત્રી વિરાટ કોહલીના સ્ટેચ્યૂ સાથે ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેને લઇને તે ફેન્સનો ટાર્ગેટ બની ગઇ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્હવી કપૂરે કર્યો બેલી ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો VIDEO 


આ તરફ પાકિસ્તાન વિરૂદ્ધ જીતી ટીમ ઇન્ડીયા, બીજી તરફ વાયરલ થવા લાગ્યો તૈમૂરનો ફોટો


એક વ્યક્તિએ ટોણો મારતાં કહ્યું કે ઉર્વશીને લખ્યું છે કે ''નહી મળે''. તે કોમેન્ટ પર એક યૂઝર લખે છે, ''ઝઘડો મત મિત્રો, તે ફક્ત મિત્ર છે.'' એક ઇંસ્ટાગ્રામ યૂઝરે કોમેન્ટમાં લખ્યું છે, ''અરે ઉર્વશી તુ હાર્દિક પંડ્યાને પકડ.''


વર્કફ્રંટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા પાગલપંતી ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ, ઇલિયાના, અનિલ કપૂર સહિત ઘણા કલાકારો જોવા મળશે. આઇટમ નંબર માટે ફેમસ અભિનેત્રી ઉર્વશી 'સિંહ સાહબ ધ ગ્રેટ', 'ગ્રાંડ મસ્તી', 'સનમ રે', 'હેટ સ્ટોરી' જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.