ફિલ્મ વોર પહેલા જ સોશિયલ મીડિયા પર છવાઇ વાણી કપૂર, ફોટો થઇ રહ્યા છે viral
રિતિક રોશન ટાઇગર શ્રોફ સાથેની આગામી ફિલ્મ વોર રિલીઝ થાય એ પૂર્વે જ વાણી કપૂર ધૂમ મચાવી રહ્યા છે. વાણી કપૂરના હોટ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ઇન્ટરનેટ પર લોકો આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર સામે આવતાં જ ચર્ચામાં છે. આ ફિલ્મ માટે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે વાણી કપૂરે પણ કડી મહેનત કરી છે. તેણીએ પોતાની જાત માટે ઘણો પરસેવો પાડ્યો છે. જે ફિલ્મના ટીઝરની એક ઝલક પણ બતાવી દે છે. જોકે હાલમાં વાણી કપૂર પણ ચર્ચામાં ચાલી રહી છે.
વાણી કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાના હોટ ફોટા શેયર કર્યા છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ તસ્વીરોમાં વાણી કપૂરનો હોટ ન્યૂ લૂક દેખાઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર પ્રશંસકો વખાણના પુલ બાંધી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, રિતિક અને ટાઇગર સાથે વાણી ફિટ બેસે છે.
મનોરંજન, ગુજરાત, લાઇફ સ્ટાઇલ