નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ વાણી કપૂરે કહ્યું કે બેફિક્રેમાં તેના સહ અભિનેતા રહેલા રણવીર સિંહ અને શુદ્ધ દેશી રોમાન્સમાં સહ અભિનેતા રહેલા સુશાંત સિંહ રાજપુતની બોડી ખરેખર ખુબ જ સારી છે. અભિનેત્રીએ એક શો દરમિયાન આ વાત કરી હતી. શોની મેજબાન સોફી ચૌધરીએ જ્યારે રણવીર અને સુશાંતમાંથી એકને પસંદ કરવા કહ્યું તો વાણી શરમાઇ ગઇ હતી. કહ્યું, ‘હે ભગવાન બંનેની સરખામણી અને એકને પસંદગી કરવી તો ઘણી મુશ્કેલ છે.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આ હસીનાને જોતાં જ હાર્દિક પંડ્યા થઇ જાય છે ક્લિન બોલ્ડ, ટૂંક સમયમાં કરશે લગ્ન


તેણે કહ્યું, મને લાગે છે, મહેનત કરવામાં બંને બરાબર છે અને મેં અનુભવેલું કે બંનેની બોડી ખુબજ સારી છે. તમને જણાવી દઇએ કે, વાણી ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ફિલ્મ ‘શમશેરા’ જોવા મળશે. યશરાજ ફિલ્મ્સના બેનર અંતર્ગત બની રહેલી આ ફિલ્મ ‘શમશેરા’માં એક્ટ્રેસ વાણી કપૂર રણબીર કપૂરની ઓપોઝિટ નજર આવશે. ફિલ્મને કરણ મલહોત્રા પોતે નિર્દેશક કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ફિલ્મમાં અમેઝિંગ એક્શન દ્રશ્ય હશે. રણબીર કપૂર તેમાં એકદમ અલગ અવતારમાં જોવા મળશે.


આ પણ વાંચો:- આ ફોટો શેર કરતાં પ્રીતિએ લખ્યું 'કોઇ મિલ ગયા', લોકોએ આપ્યા આવા રિએક્શન


આ સાથે જ વાનીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'વ'ર' ની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મ સતત સારી કમાણી કરી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 295 કરોડ રૂપિયા આ ફિલ્મના ખાતામાં આવી ચૂક્યા છે અને એવી અપેક્ષા છે કે આજની કમાણીના આંકડા ઉમેરીને તે 300 કરોડનો આંકડો વટાવી જશે. આ ફિલ્મના માધ્યમથી રિતિક રોશન અને ટાઇગર શ્રોફની જોડી પહેલીવાર મોટા પડદે દેખાઈ હતી. (ઇનપુટ IANSથી પણ)


જુઓ Live TV:-


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...