વરૂણ ધવને ગર્લફ્રેન્ડ નતાશા દલાલ વિશે કહી દીધી મોટી વાત
વરૂણ ધવનના જીવનમાં નતાશા દલાલની ખાસ જગ્યા છે. વરૂણ પોતાની બાળપણની મિત્ર નતાશા સાથે એન્ગેજ છે અને બંને વારંવાર પાર્ટીઝ તેમજ નાઇટ ડિનરમાં જોવા મળ્યા છે. આ બંને બહુ જલ્દી લગ્ન કરી લે એવી પણ ચર્ચા છે. જોકે તેમની વચ્ચેની એક ચોંકાવનારી વાત સામે આવી છે.
મુંબઈ : વરૂણ ધવનના જીવનમાં નતાશા દલાલની ખાસ જગ્યા છે. વરૂણ પોતાની બાળપણની મિત્ર નતાશા સાથે એન્ગેજ છે અને બંને વારંવાર પાર્ટીઝ તેમજ નાઇટ ડિનરમાં જોવા મળ્યા છે. આ બંને બહુ જલ્દી લગ્ન કરી લે એવી પણ ચર્ચા છે. જોકે તેમની વચ્ચેની એક ચોંકાવનારી વાત સામે આવી છે.
એક ઇન્ટરવ્યૂમાં વરૂણ ધવને ખુલાસો કર્યો છે કે ગર્લફ્રેન્ડ નતાશા દલાલ એનો પહેલો પ્રેમ નથી. તેણે ફિલ્મફેરના એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો છે કે, ‘હકીકતમાં હું બદલાપુર અને ઓક્ટોબર જેવી ફિલ્મો માત્ર નતાશાના કહેવાથી જ હું કરું છું. તેને એ પ્રકારની ફિલ્મો છે. અમારા સંબંધમાં ખાસ વાત તો એ છે કે એ મારી સાથે હું એક્ટર છું એટલે જ નથી. તેના જેવી વ્યક્તિ કોઈના જીવનમાં હોય એ બહુ ખાસ છે. અમે એકબીજાને બહુ લાંબા સમયથી ઓળખીએ છીએ. આ બરાબર એક પરિવાર જેવો સંબંધ છે.’
વરૂણ હિરો બન્યો એ પછી એનું નામ આલિયા ભટ્ટ સહિત અનેક હિરોઇનો સાથે જોડાયું છે પણ આમ છતાં વરૂણ-નતાશાના સંબંધોમાં કોઈ ઓટ નથી આવી. આ મુદ્દે વરૂણે સ્પષ્ટતા કરી છે કે તે આ વાતોને મહત્વ નથી આપતી અને અમે નક્કી કર્યું છે કે અમારા સંબંધમાં આ વસ્તુ નહીં આવે.