કોરોના વિરૂદ્ધ જંગ માટે Varun Dhawan એ પણ દાન કર્યા રૂપિયા તો આ એક્ટરે કહ્યું `આ તો ખૂબ ઓછા છે`
કોરોના વાયરસ (CoronaVirus)ના પ્રકોપથી દરેક વ્યક્તિ ડરેલો છે. દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલા આ વાયરસનો સામનો કરવા માટે ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ વિરૂદ્ધ બોલીવુડના `ખેલાડી` અક્ષય કુમાર (Akshay Kumar)ની સાથે ઘણા અન્ય સેલિબ્રિટી સામે આવી રહ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (CoronaVirus)ના પ્રકોપથી દરેક વ્યક્તિ ડરેલો છે. દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલા આ વાયરસનો સામનો કરવા માટે ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ વિરૂદ્ધ બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar)ની સાથે ઘણા અન્ય સેલિબ્રિટી સામે આવી રહ્યા છે. હવે બોલીવુડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) આ મુહિમ સાથે જોડાયા છે. તાજેતરમાં જ વરૂણ ધવને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત કોષમાં પોતાનું યોગદાન આપ્યું છે. જેની જાણકારી એક્ટરે ટ્વિટ કરી આપી છે. આ પ્રકારે બોલીવુડ એક્ટર એઝાઝ ખાન (Ajaz Khan)એ પોતાના જ અંદાજમાં કોમેન્ટ કરી છે.
વરૂણ ધવન (Varun Dhawan)એ ટ્વિટ કરતાં લખ્યું હતું કે ''હું મહારાષ્ટ્ર મુખ્યમંત્રે રાહત કોષમા6 25 લાખ રૂપિયા દાન આપવાની શપથ લઉ છું. અમે તમારી સાથે છીએ સર.'' વરૂણ ધવન (Varun Dhawan)ના આ ટ્વિટ પર એઝાઝ ખાને કોમેન્ટ કરતાં લખ્યું કે ''ઓછા છે જાનૂ, વધારો હાલના સમયમાં, તમે અમારા સુપર હિરો છો. 1 ફિલ્મ કરી ન હતી એમ સમજો, જુબલી કુમાર, લવ યૂ.''
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર