આલિયાને શું કામ મળી રહી છે ધડાધડ ફિલ્મો? વરૂણ ધવને કર્યો મોટો ખુલાસો
વરૂણ ધવન અને આલિયાની પહેલી ફિલ્મ એક જ હતી
મુંબઈ : બોલિવૂડમાં હિરો અને હિરોઇનો વચ્ચે ફીની તફાવતનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. આ મુદ્દો બોલિવૂડમાં હંમેશા હોટ ટોપિક સાબિત થયો છે. બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મનો 100 ટકા રેટ ધરાવતા યંગ સ્ટાર વરૂણ ધવને હવે આ મામલે પોતાના વિચારો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું છે કે તેણે પોતે આલિયા ભટ્ટને અનેકવાર તેની ફી વધારવાનું કહ્યું છે કારણ કે તે બહુ ઓછી ફી લે છે અને આ કારણે તેને ધડાધડ ફિલ્મો મળી રહી છે.
વરૂણે પોતાની વાત રજૂ કરતા કહ્યું છે કે 'બોલિવૂડનો અભિગમ જ વિચિત્ર છે. જ્યાં સુધી 'રાઝી' રિલીઝ' નહોતી ત્યાં સુધી બિઝનેસની રીતે આલિયાને કોઈ મોટી સ્ટાર નહોતું ગણતું. આલિયા આ પહેલાં પણ 'બદરીનાથ કી દુલ્હનિયા' અને 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' જેવી ફિલ્મોમાં કામ ચૂકી છે અને આ ફિલ્મોમાં તેનો રોલ એટલો જ મહત્વનો હતો જેટલો મારો કે અર્જુનનો. આ કારણે હું આલિયાને હંમેશા કહું છું કે તે બહુ ઓછા પૈસા લે છે. તે બેવકુફ છે અને તેણે ફી વધારવી જોઈએ.'
નોંધનીય છે કે વરૂણ ધવનની આગામી ફિલ્મ 'સુઈ ધાગા' રિલીઝ માટે તૈયાર છે જેમાં તેની સાથે અનુષ્કા શર્મા જોવા મળશે. શરત કટારિયાની આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.