ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં હવે ગણતરીના કલાકો બાકી છે. વરુણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલના લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આજે તેમની મહેંદી અને સંગીત સેરેમની છે. મહેમાનોએ લગ્નના વેન્યૂ પર આવવાનું શરૂ કરી દીધું છે. વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન મહારાષ્ટ્રના અલીબાગમાં થવા જઈ રહ્યાં છે. વરુણ ધવન અને નતાશા દલાલ (Natasha Dalal) નો પરિવાર ગઈકાલથી જ અલીબાગ પહોંચી ગયો છે. સાથે જ મનીષ મલ્હોત્રા અને શશાંક ખેતાને પણ વેન્યૂ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોની માનીએ તો, સલમાન ખાન (salman khan), શાહરૂખ ખાન, શ્રદ્ધા કપૂર, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ (Alia bhatt), રણબીર કપૂર, અર્જુન કપૂર અને જેક્લીન ફર્નાન્ડીઝ જેવા સ્ટાર્સ વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં હાજરી આપશે. પરંતુ કેટલાક બોલિવુડ સ્ટાર્સ એવા પણ છે જેઓને વરુણ ધવન અને નતાશા દલાલે લગ્ન ( Varun Weds Natasha ) માં આમંત્રણ આપ્યું નથી. આ સ્ટાર્સના નામ જાણીને તમને જોરદાર ઝાટકો લાગશે. 


આ પણ વાંચો : Varun Dhawan ના મહેંદી સેરેમનીની પહેલી તસવીર આવી, મિત્રોની ગેંગ સાથે આપ્યો પોઝ 


Varun Ki Shaadi ) નું આમંત્રણ આપવામાં આવ્યુ નથી. હવે દરેક લોકો જાણે છે કે, ગોવિંદા અને વરુણના પિતા ડેવિડના સંબંધો હવે પહેલા જેવા રહ્યા નથી. આવામાં ગોવિંદાને વરુણ-નતાશાના લગ્નમાં આમંત્રણ ન મળવુ કોઈ મોટી વાત નથી.


એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના ઘરે પણ વરુણ અને નતાશાના લગ્ન ( Varun Natasha Wedding ) નું આમંત્રણ કાર્ડ પહોંચ્યુ નથી. ગેસ્ટ લિસ્ટથી બિગબી અને તેમનો આખો પરિવાર બહાર છે. આ ઉપરાંત અનિલ કપૂર અને બોની કપૂરને પણ આમંત્રણ આપવામાં આવ્યુ નથી. જોકે, ગેસ્ટ લિસ્ટમાં અર્જુન કપૂરનું નામ સામેલ છે.


એટલું જ નહિ, વરુણ અને નતાશાના લગ્નમાં પહલાજ નિહલાનીને પણ બોલાવવામાં આવ્યા નથી. જ્યારે કે, પહલાજ નિહલાની, ડેવિડ ધવનના અંગત મિત્ર માનવામાં આવે છે. તો બીજો દાવો એવો પણ કરાઈ રહ્યો છે કે, અત્યાર સુધી વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નના ગેસ્ટનું આખુ લિસ્ટ સામે આવ્યુ નથી.