Varun Dhawan ના મહેંદી સેરેમનીની પહેલી તસવીર આવી, મિત્રોની ગેંગ સાથે આપ્યો પોઝ

Varun Dhawan ના મહેંદી સેરેમનીની પહેલી તસવીર આવી, મિત્રોની ગેંગ સાથે આપ્યો પોઝ
  • તસવીરમાં વરુણ ધવન અને તેના મિત્રો ફુલ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યાં છે
  • જોકે, હજી સુધી નતાશા દલાલની એક પણ તસવીર મીડિયા સામે આવી નથી

ઝી મીડિયા/બ્યૂરો :Varun Dhawan chills with his gang in Alibaug, View First click: બોલિવુડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan) અને તેમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) ના લગ્નની વિધિઓની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે વરુણ ધવન અને નતાશ દલાલ પોતાના આખા પરિવાર સાથે લગ્નના વેન્યૂ પર પહોંચ્યા છે. ગત રાત્રે આજે વરુણ ધવન અને નતાશા દલાલની મહેંદી અને હલદી સેરેમની યોજાવાની છે. આવામાં ફેન્સ વરુણ ધવન અને નતાશા દલાલની લગ્નની દરેક તસવીરો જોવા માંગે છે. ફેન્સ જાણવા ઈચ્છે છે કે વરુણ ધવન અને નતાશા દલાલ પોતાના લગ્નમાં કેવા દેખાશે. 

આ વચ્ચે વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં વરુણ ધવન ( Varun Ki Shaadi ) પોતાના મિત્રો સાથે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. તસવીરમાં વરુણ ધવન અને તેના મિત્રો ફુલ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યાં છે. આ તસવીર વરુણ ધવન અને નતાશા દલાલના મહેંદી સેરેમની પહેલા ક્લિક કરવામાં આવી છે. તસવીરમાં વરુણ ધવન વ્હાઈટ ( Varun Natasha Wedding ) કલરની શેરવાનીમાં નજર આવી રહ્યો છે. 

આ પણ વાંચો : પતિને અંધારામાં રાખીને પત્નીએ છૂટાછેડાનો ખેલ ખેલ્યો, અને બીજે પરણી ગઈ

આ સેરેમનીમાં વરુણ ધવને મનીષ મલ્હોત્રા અને અન્ય મિત્રો સાથે પોઝ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વરુણ ધવન ( Varun Weds Natasha ) ની આ તસવીર વાયરલ થઈ છે. ફેન્સ વરુણ ધવનના આ અંદાજના વખાણ કરી રહ્યાં છે. ફેન્સનું માનવુ છે કે, આ તસવીરમાં વરુણ ધવન કોઈ રાજકુમાર જેવા લાગી રહ્યા છે. જોકે, હજી સુધી નતાશા દલાલની એક પણ તસવીર મીડિયા સામે આવી નથી.

આ સ્ટાર્સ બનશે વરુણના મહેમાન
સૂત્રોની માનીએ તો, સલમાન ખાન (salman khan), શાહરૂખ ખાન, શ્રદ્ધા કપૂર, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ ( Alia bhatt ), રણબીર કપૂર, અર્જુન કપૂર અને જેક્લીન ફર્નાન્ડીઝ જેવા સ્ટાર્સ વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં હાજરી આપશે. તો મનીષ મલ્હોત્રા અને શશાંક ખેતાન પહેલા જ વરુણ ધવનના લગ્નના વેન્યૂ પર પહોંચી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news