• તેમણે જણાવ્યું કે, કેવી રીતે સર્જરી બાદ તેમના હોઠ અને મોઢા પર સૂજન આવી ગઈ છે. વીડિયોમાં તેઓએ પોતાના દાંત પણ બતાવ્યા.

  •  વરુણ ધવનની આ પોસ્ટ પર ફેન્સ દ્વારા મજેદાર કોમેન્ટ્સ કરવામાં આવી. લોકોએ તેને આરામ કરવાની અને વધુ આઈસ્ક્રીમ ખાવાની સલાહ આપી


ઝી મીડિયા/બ્યૂરો :એક્ટર વરુણ ધવને મંગળવારે જણાવ્યું કે, તેણે પોતાની અક્કલ દાઢ કઢાવી દીધી છે, અને આ નાનકડી સર્જરીને કારણે તેમને બહુ જ દર્દ થઈ રહ્યું છે. વરુણે (Varun Dhawan) ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, કેવી રીતે સર્જરી બાદ તેમના હોઠ અને મોઢા પર સૂજન આવી ગઈ છે. વીડિયોમાં તેઓએ પોતાના દાંત પણ બતાવ્યા છે. વરુણે કહ્યું કે, હાલ જ મેં મારી અક્કલ દાઢ કાઢી છે. બસ આટલુ જ કહીશ કે મારી જિંદગીના સૌથી બહેતરીન અનુભવમાંથી આ એક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : હાર્દિક પટેલની અરજી પર આજે hcમાં સુનવણી, ગુજરાત બહારના પ્રવાસની આપશે માહિતી 



અભિનેતા હર્ષવર્ધન કપૂરે તેના પર પોતાની પ્રતિક્રીયા આપતા લખ્યું કે, આ દાંતને મારી પાસે રાખી દો. હું તેને ઈબે પર વેચી દઈશ અને તેનાથી મારા કેટલાક શૂઝ ખરીદી લઈશ. આપણે તેના પર એક નાનકડી આર્ટ ફિલ્મ બનાવીશું. 



વરુણ ધવનની આ પોસ્ટ પર ફેન્સ દ્વારા મજેદાર કોમેન્ટ્સ કરવામાં આવી. લોકોએ તેને આરામ કરવાની અને વધુ આઈસ્ક્રીમ ખાવાની સલાહ આપી. એક ચાહકે લખ્યું કે, તમે તમારું ધ્યાન રાખો. ચહેરા પર આઈસ પેક લગાવતા રહો. તેનાથી મદદ મળશે.