હાર્દિક પટેલની અરજી પર આજે hcમાં સુનવણી, ગુજરાત બહારના પ્રવાસની આપશે માહિતી

હાર્દિક પટેલની અરજી પર આજે hcમાં સુનવણી, ગુજરાત બહારના પ્રવાસની આપશે માહિતી
  • કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની મજૂરી માંગતી અરજી કરી છે, જેમાં પોતાને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત બહાર જવાનું હોવાની રજૂઆત કરવામાં આવી.
  • હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી

આશ્કા જાની/અમદાવાદ :રાજદ્રોહ કેસમાં જામીન ની શરતોમાં સુધારો કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં હર્દિક પટેલે કરેલી અરજી પર આજે સુનવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટે હાર્દિક પટેલ (hardik patel) પાસે ગુજરાત બહારના પ્રવાસ કાર્યક્રમની વિગતવાર માહિતી રજૂ કરવા આદેશ કર્યો હતો. હાર્દિક પટેલને ગુજરાત બહાર કેટલા દિવસ કયા કયા સ્થળે રોકાવાનું છે તેની વિગતવાર માહિતી આજે hc માં રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની મજૂરી માંગતી અરજી કરી છે, જેમાં પોતાને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત બહાર જવાનું હોવાની રજૂઆત કરવામાં આવી છે. રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ (hardik patel) કોર્ટના શરણે ગયા હતા. હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા પરમિશન માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી. 

રાજ્ય સરકારે હાર્દિક પટેલની અરજી સામે વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે.

રાજ્ય સરકારે હાર્દિકની અરજી સામે વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો યોગ્ય નથી. અન્ય રાજ્યની શાંતિની ભંગ થતી હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે હાર્દિક પટેલે જામીન શરતોમાં રાહત માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક પટેલે 3 મહિના સુધી ગુજરાત છોડવાની મંજૂરી માંગી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news