Vicky Jain: ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના પતિ સાથે બીગ બોસ 17 માં જોવા મળી હતી. બીગ બોસ 17 પછી વિકી જૈન એક્ટિંગ કરિયર તરફ આગળ વધી રહ્યો છે. તાજેતરમાં જ અંકિતા લોખંડે અને વિકી જૈન લાફટર શેફ શોમાં જોવા મળ્યા હતા. આ શો પછી વિકી જૈનને લઈને એક મોટી ખબર સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર વિકી જૈન બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનને ટક્કર દેવાની તૈયારી કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન પર બનેલી ડોક્યુમેન્ટરી હવે OTT પર


મીડિયા રિપોર્ટ અનુસાર વિકી જૈન ટૂંક સમયમાં ટીવી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. વિકી જૈન શાહરુખ ખાનના ડબ્યુ શો ફોજીની સિક્વલ માં કામ કરવાનો છે. ફોજી ટીવી શોથી શાહરુખ ખાનનું કરિયર ચમકી ગયું હતું. ત્યારે હવે વિકી જૈન પણ શાહરુખ ખાનની જેમ ફોજી ટીવી શોથી એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. 


આ પણ વાંચો:બાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયન


વિકી જૈન બીજો શાહરુખ ખાન બનવાની તૈયારી કરી રહ્યો છે. 35 વર્ષ પહેલા આ ટીવી સીરીયલ આવી હતી જેનાથી શાહરુખ ખાનની જિંદગી બદલી ગઈ અને આજે તે બોલીવુડનો બાદશાહ છે. હવે વિકી જઈને પણ આ ટીવી શોને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત માટે પસંદ કર્યો છે. 


આ પણ વાંચો:મર્ડર મિસ્ટ્રી ઉકેલતી દેખાઈ કાજોલ, તો કૃતિનો સાઈકો અવતાર; ખુબ જ દમદાર ફિલ્મ ટ્રેલર


મહત્વનું છે કે બીગ બોસ દરમિયાન વિકી જૈન પર કેટલાક ગંભીર આરોપ પણ લાગી ચૂક્યા છે. Bigg boss 17 દરમ્યાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિકી જૈન ટીવીની દુનિયામાં આવવા માંગે છે એટલા માટે જ તે અંકિતા લોખંડેની મદદ લઈ રહ્યો છે. એક્ટિંગની દુનિયામાં ફેમ મેળવવા માટે જ વિકી જૈને અંકિતા લોખંડે સાથે લગ્ન કર્યા છે. કારણ કે અંકિતા લોખંડે ટીવીની દુનિયાનું મોટું નામ છે. જોકે આ પ્રકારના આરોપો પર વિકી જઈને આજ સુધી કોઈ જ પ્રતિક્રિયા આપી નથી. થોડા સમય પહેલા વિકી જઈને અંકિતા લોખંડે સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું.