Koffee With Karan 8: કરણ જોહરનો કોન્ટ્રોવર્સીયલ ટોક શો કોફી વિતરણ શરૂ થયો ત્યારથી ચર્ચામાં છે. કોફી વીથ કરણ ની આઠમી સિઝનમાં અત્યાર સુધીમાં ચાર એપિસોડ આવી ચૂક્યા છે અને તેમાં બોલીવુડના જાણીતા કલાકારો કાઉચ પર બેસીને શોકિંગ ખુલાસા કરી ચૂક્યા છે. હવે આ શોમાં વિકી કૌશલ અને કિયારા અડવાણી એક સાથે જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Tiger 3 માટે કૈટરીના-સલમાને કર્યું બરાબર કામ પણ સલમાનને મળ્યા 100 કરોડ અને...


મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિકી કૌશલ અને કિયારા અડવાણી કોફી વિથ કરણના એપિસોડ ની શૂટિંગ કરી ચૂક્યા છે. આ શૂટિંગ 16 નવેમ્બરે યશરાજ સ્ટુડિયોમાં થયું હતું. વિકી અને કિયારાની જોડીએ શોમાં ખૂબ જ મસ્તી કરી છે અને સાથે જ પોતાના લગ્ન જીવનને લઈને ઘણા ખુલાસા પણ કર્યા છે. આ એપિસોડના શૂટિંગ સમયે કેટરીના કેફ પણ તેના પતિ વિકી કૌશલ ને મળવા આવી હતી.


વિકી કૌશલ અને કિયારા અડવાણીના આ એપિસોડને જોવા માટે ચાહકોમાં પણ આતુરતા વધી છે. વિકી અને કિયારાની જોડી ગોવિંદા નામ મેરા ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મહત્વની ભૂમિકામાં હતી. હવે આ બંને કલાકારો કરણ જોહરના ચેટ શોમાં એક સાથે જોવા મળશે. 


આ પણ વાંચો: Web Shows-Movies: દિવાળીની રજાઓમાં ઘર બેઠા માણો આ 5 ફિલ્મો અને વેબ સીરીઝની મજા


કોફી વીથ કરનની આઠમી સિઝનમાં પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા. ત્યાર પછીના એપિસોડમાં બોબી દેઓલ અને સની દેઓલ પહોંચ્યા હતા. તેમણે પણ ઘણા ખુલાસા કર્યા હતા ત્રીજા એપિસોડમાં અનન્યા પાંડે અને સારા અલી ખાન પહોંચી હતી. તાજેતરમાં જ આ શોનો ચોથો એપિસોડ રિલીઝ થયો છે અને તેમાં આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાન જોવા મળી હતી.