The Great Indian Family: બોલીવુડ સુપરસ્ટાર વિકી કૌશલની આગામી ફિલ્મની ઘોષણા થઈ ચૂકી છે. વિકી કૌશલ ની નવી ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી હશે અને તેનું ટીઝર પણ સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી સાથે વિકી કૌશલ ફરી એક વખત અતરંગી પરિવારની સ્ટોરી લઈને આવી રહ્યો છે. વિકી કૌશલ ની નવી ફિલ્મ પારિવારિક કોમેડી ફિલ્મ હશે. જેની એક જલક ટીઝરમાં જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Web Series: જો તમને પણ ક્રાઈમ થ્રિલર જોવાનો શોખ છે તો આ 5 વેબ સિરીઝ જોવાનું ન ચુકતાં


ગદર 2 એ તોડ્યા પઠાન અને આદિપુરુષના રેકોર્ડસ, પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ


Rajinikanth ની 'જેલર' ફિલ્મે મચાવ્યો તહેલકો, પહેલા દિવસે જ બનાવ્યા આ પાંચ રેકોર્ડ


વિકી કૌશલ પોતાની નવી ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી નું અનાઉન્સમેન્ટ ડ્રામેબાજ ફેમિલી ની એક ઝલક દેખાડીને કરે છે. ટીઝરની શરૂઆતમાં વિકી કૌશલ વાઈટ શર્ટ પહેરી કેમેરા સામે બેસે છે અને પછી પરિવારને લઈને વાત કરે છે. ત્યાર પછી તે પોતાના પાગલ પરિવાર વિશે જણાવે છે. સાથે જ તે ટીઝરમાં લોકો માટે ચેતવણી પણ આપે છે કે આ ફિલ્મમાં હસીને પાગલ થઈ જવાય તેવી મજા દર્શકોને આવશે. સિરિયસ લોકો ડોક્ટરની સલાહ લઈને આ ફિલ્મ જોવા આવે.



વિકી કૌશલ ની નવી ફેમીલી ડ્રામા ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી 22 સપ્ટેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થશે. યશરાજ પ્રોડક્શનમાં બનેલી ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી ફિલ્મને વિજયશંકરે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે મુખ્ય ભૂમિકામાં માનુષી છિલ્લર જોવા મળશે. જોકે ફિલ્મના ટીઝરમાં અભિનેત્રીની ઝલક દેખાડવામાં આવી નથી. વિકી કૌશલ સિવાય આ ફિલ્મમાં મનોજ પાહવા, કુમુદ મિશ્રા, સાદીયા સીદીકી, અલકા જમીન, સૃષ્ટિ દીક્ષિત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


વિકી કૌશલના વક્રફ્રંટની વાત કરીએ તો છેલ્લે વિકી કૌશલ સારા અલી ખાન સાથે ફેમિલી ડ્રામા ફિલ્મ જરા હટકે જરા બચકે જોવા મળ્યો હતો. ત્યાર પછી હવે વિકી કૌશલની ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી રિલીઝ થશે. ત્યાર પછી ડિસેમ્બર 2023 માં મેઘના ગુજારની ફિલ્મ સેમ બહાદુરમાં વિકી કૌશલ જોવા મળશે.