નવી દિલ્હી: વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કૈટરીના કૈફ (Katrina Kaif) ના લગ્નની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આજે આ કપલ રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. વિક્કી-કૈટરીનાના લગ્નમાં તેમના ખાસ નજીકના મિત્રો અને પરિવારજનો જ સામેલ થશે. આ દરમિયાન વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કૈટરીના કૈફ (Katrina Kaif) નો એક જૂનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિક્કી, કૈટરીના સાથે ફ્લર્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોરદાર લાઇક અને શેર કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિક્કીએ કૈટનરીના સાથે કર્યું ફ્લર્ટ
જોકે, આ વીડિયો ફિલ્મ કેમ્પેનિયનની યૂટ્યૂબ ચેનલ પર વર્ષ 2019 માં પબ્લિશ કરવામાં આવ્યો હતો. હાલમાં વીડિયોનો એક નાનકડો ભાગ ઇન્ટરનેટ પર છવાયેલો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે વિક્કી, કૈટરીના સાથે ફ્લર્ટ કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વિક્કી (Vicky Kaushal) કહે છે, 'હું તમારી સાથે વાત કરવા માટે એક્સાઇટેડ છું, 'કૈટરીના કહે છે, 'થૈક્યૂ.' હું પણ તમારી સાથે વાત કરવાને લઇને ઉત્સાહિત છું. આ દરમિયાન કૈટરીના, વિક્કી પાસે લિપ બામ માંગતી જોવા મળી રહી છે. એટલું જ નહી વિક્કી, કૈટરીના માટે રોમેન્ટિક અંદાજમાં ફિલ્મ 'સિંગ ઇઝ કિંગ'નું  ગીત 'તેરી ઓર' પણ ગાય છે. 



આજે કપલના ભવ્ય લગ્ન
આજે એટલે કે 9 ડિસેમ્બરના રોજ વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કૈટરીના કૈફ (Katrina Kaif) રાજસ્થાનના સિક્સ સેંસેસ ફોર્ટ બડવારામાં સાત ફેરા લેશે. લગ્નના રિવાજ 7 ડિસેમ્બરથી શરૂ થઇ ગયા છે. કપલની વેડિંગ બિલકુલ પ્રાઇવેટ રીતે થઇ રહી છે. લગ્ન બાદ ફેન્સના મનમાં કૈટરીના અને વિક્કીના હનીમૂન ડેસ્ટિનેશનને જાણવા માટે પણ ઉત્સુકતા છે. તો તમને જણાવી દઇએ કે વિક્કી અને કૈટરીના (Vicky-Katrina's Honeymoon) પોતાના હનીમૂન માટે માલદીવ માટે રવાના થશે. જોકે તેમની ફિલ્મોના શૂટિંગ શિડ્યૂલ જોતાં હનીમૂનમાં મોડું થઇ શકે છે.  


લગ્ન બાદ કપલ આપશે ગ્રાંડ રિસેપ્શન
ટાઇમ્સ ઓઇ ઇન્ડીયાના સમાચાર અનુસાર વિક્કી અને કૈટરીના (Vicky Kauhsal Katrina Kaif Wedding) મુંબઇના તાજા લેડ્સ એન્ડ હોટલમાં પોતાના મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શનની મેજબાની કરશે. સૂત્રોના અનુસાર બુધવારે થનાર 'હલ્દી' સમારોહ બાદ, ગુરૂવારે વિક્કી (Vicky Kaushal)  સાતા ઘોડાના રથ પર સવાર થઇને પોતાની જાન લઇને કૈટરીના (Katrina Kaif) સાથે લગ્ન કરવા પહોંચશે. લગ્નમાં 120 મહેમાન સામેલ થયા હતા. કપલની સુરક્ષા માટે લગભગ 100 બાઉસર્સ તૈનાત કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube