સામે બેઠો હતો સલમાન અને વિક્કી કૌશલે કરી દીધું કેટરિનાને પ્રપોઝ...પછી થયું ધાર્યું ન હોય એવું
સલમાન અને કેટરિનાના સંબંધો લાંબા સમયથી ચર્ચાનો મુદ્દો બન્યા છે
મુંબઈ : 'રાઝી'થી ચર્ચામાં આવેલો બોલિવૂડ સ્ટાર વિક્કી કૌશલ હાલ સફળતાનો સ્વાદ ચાખી રહ્યો છે. આ ફિલ્મમાં યામી ગૌતમ પણ લીડ રોલમાં છે. વિક્કીની પોપ્યુલારીટી દિવસેને દિવસે વધતી જાય છે. તાજેતરમાં જ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં કેટરિના કૈફે જણાવ્યું હતું કે તે વિક્કી કૌશલ સાથે કામ કરવા માગે છે. વિક્કીને જ્યારે શો દરમિયાન આ વાતની ખબર પડી ત્યારે તે ખુશીથી સોફામાં આળોટવા લાગ્યો હતો. હવે તાજેતરમાં જ આયોજિત સ્ટાર સ્ક્રીન અવોર્ડ ફંક્શનમાં કેટરિના અને વિક્કી આમને-સામને આવી ગયા. આ દરમિયાન વિક્કી તેની સાથે મસ્તી કરતો જોવા મળ્યો. તેણે મજાકમાં જ કેટરિનાને લગ્ન માટે પ્રપોઝ પણ કરી દીધું હતું. વિક્કી આ પ્રપોઝ કર્યું ત્યારે સલમાન ખાન સામે જ બેઠો હતો.
સલમાન આ દરમિયાન બહેન અર્પિતા સાથે બેઠો હતો. તેણે વિક્કીનો સવાલ સાંભળ્યા બાદ પોતાની બહેનના ખભા પર માથુ મુકી દીધું. જોકે પ્રપોઝ પછી કેટરિના કહી દે છે કે તેનામાં લગ્ન કરવાની હિંમત નથી. કેટરિનાનો આ સવાલ સાંભળીને સલમાન જોર જોરથી હસવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
Video : ગુજરાતી 'સાહેબ'ની લિપકિસ વાઇરલ, પહેલાં ક્યારેય ન જોવા મળ્યો હોય એવા રોલમાં મલ્હાર ઠાકર
સલમાન ખાન અને કેટરિના કૈફ એક સમયે એકબીજાની ઘણી નજીક હતા. પરંતુ પછીથી બન્નેના માર્ગ બદલાઇ ગયા હતા. કેટરિના રણબીર કપૂર સાથે છ વરસ સુધી લિવઇન રિલેશનશિપમા રહી હતી પણ પછી કેટરિના અને રણબીર છૂટા પડી ગયા. કેટરિના ડિપ્રેશનમાં સરી પડી અને ફરી તેણે સલમાનના ખભાનો સહારો લીધો અને તેના કપરા દિવસોમાં સલમાને સંભાળી લીધી. હવે કેટરિના માટે સલમાન સર્વેસર્વા થઇ ગયો છે. સલમાન અને કેટરિના આગામી ફિલ્મ 'ભારત'નું શૂટિંગ સાથે કરી રહ્યા છે. સૂત્રની વાત સાચી માનીએ તો, સલમાન અને કેટરિના ફરી એકબીજાની નજીક આવી ગયા છે. શૂટિંગ બાદ કેટરિના અને સલમાન વધુ સમય સાથે પસાર કરી રહ્યા છે.