મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ દબંગ-3નું ટ્રેલર બુધવારે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર દમદાર છે અને તે કહેવું પડશે કે સલમાન ખાન પહેલાથી વધુ દબંગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. દબંગ 3મા સાઉથ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સુદીપની ભૂમિકાનું નામ બલ્લી હશે. આ ફિલ્મથી મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકર પણ બોલીવુડમાં પર્દાપણ કરવા જઈ રહી છે. દબંગ 3ના મોશન પોસ્ટરે ફેન્સનો ઉત્સાહ વધારી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્રેલર શેર કર્યું છે. શેર કરતા તેણે લખ્યું, 'પોતાના વ્યસ્ત કાર્યક્રમમાથી સમય કાઢીને પ્લીઝ દબંગ-3નું ટ્રેલર જોઈ લો.' ત્યારબાદ સોનાક્ષી સિન્હાએ પણ આ ટ્રેલરને શેર કર્યું છે. સોનાક્ષીએ લખ્યું, 'આવી ગયા છે ચુલબુલ પાંડેય એકવાર ફરી તમારૂ દિલ જીતવા.' મહત્વનું છે કે ફિલ્મમાં એકવાર ફરી સોનાક્ષી સિન્હાએ રજ્જોની ભૂમિકામાં વાપસી કરી છે. 


ટ્રેલરની શરૂઆત સલમાન ખાનના સ્વેગ વાળી એન્ટ્રીથી થાય છે. ટ્રેલરની શરૂઆતમાં દબંગ સ્ટાઇલ ડાયલોગ છે. જેમાં ચુલબુલ પાંડેય કહે છે કે, 'એક હોતા હૈ પોલીસ વાલા, એક હોતા હૈ ગુંડા... હમ કહલાતે પોલીસ વાલા ગુંડા. ત્યારબાદ આ ટ્રેલરમાં સલમાનના ઘણા ડાયલોગ્સ છે. 


આ ટ્રેલરમાં ચુલબુલ પાંડેયની જૂની જિંદગીના કેટલાક ભાગને પણ દેખાડવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક જોક અને ફની સીન પણ છે. સલમાન સિવાય ટ્રેલરમાં વિલનની ભૂમિકામાં સુદીપનો અવાજ દમદાર છે. આ ત્રણ મિનિટના ટ્રેલરમાં સોનાક્ષી સિન્હા અને સાઈ માંજરેકર પણ જોવા મળી છે. આ વખતે હુડ દબંગ નથી પરંતુ ટ્રેક સોન્ગ ચુલબુલ દબંગ છે. 


આ ફિલ્મને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. પ્રભુદેવા આ પહેલા સલમાન ખાનને લઈને વોન્ટેડ જેવી હિટ ફિલ્મ બનાવી ચુક્યા છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. સલમાનના ફેન્સ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.