વીડિયોઃ કેટરીના કેફનો થયો કોરોના ટેસ્ટ, જલદી શરૂ કરશે શૂટિંગ
video Katrina Kaif undergoes COVID 19 test before shoot: બોલીવુડમાં ફિલ્મોના શૂટિંગ પહેલા સંપૂર્ણ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે. હાલમાં શૂટિંગ પહેલા કેટરીના કેફે કોરોના ટેસ્ટ કરાવ્યો જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
મુંબઈઃ દુનિયાભરમાં કોરોના વાયરસ બાદ લૉકડાઉન થયું હતું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ તેમાંથી બાકાત નથી. પરંતુ હવે ધીમે-ધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી લાઇન પર આવી રહી છે અને બીજીવાર ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી રહી છે. પરંતુ શૂટિંગમાં સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને કોરોનાને કારણે ખુબ સાવચેતી રાખવામાં આવી રહી છે. હવે કેટરીના કેફ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહી છે તો તેનો પહેલા કોરોના ટેસ્ટ થયો છે.
કેટરીના કેફે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કોરોના ટેસ્ટ કરાવતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે તેણે લખ્યું, 'આ કરવું જોઈએ, શૂટ માટે ટેસ્ટિંગ (ડૈની તરફથી ખુબ જરૂરી નિર્દેશ, હંમેશા હસ્તા રહો),' વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટેસ્ટ કરી રહેલ મેડિકલ પ્રોફેશનલે પીપીઈ કિટ પહેરી છે. જુઓ કેટરીનાનો વીડિયો.
ડ્રગ્સ કેસઃ ભારતી અને હર્ષને મોટો ઝટકો, કોર્ટે બંન્નેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube