ડ્રગ્સ કેસઃ ભારતી અને હર્ષને મોટો ઝટકો, કોર્ટે બંન્નેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા


આજે બંન્ને પતિ-પત્નીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં બંન્નેને ઝટકો લાગ્યો છે. કોર્ટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે. 

ડ્રગ્સ કેસઃ ભારતી અને હર્ષને મોટો ઝટકો, કોર્ટે બંન્નેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

નવી દિલ્હીઃ એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં ફરી એકવાર ડ્રગ્સનો મામલો છવાયો છે. કોમેડિયન ભારતી સિંહની શનિવારે એનસીબીએ ગાંજો લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે બંન્ને પતિ-પત્નીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં બંન્નેને ઝટકો લાગ્યો છે. કોર્ટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બંન્નેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. હવે ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ આગામી 4 ડિસેમ્બર સુધી જેલમાં રહેશે.  એનસીબીએ ન્યાયિક કસ્ટડીની માગ કરી હતી. પરંતુ ભારતી અને હર્ષે પોતાની જામીન અરજી કોર્ટમાં આપી દીધી છે. આગામી સુનાવણી સોમવારે થશે. હર્ષ અને ભારતીની સાથે જે બે ડ્રગ પેડલર્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેને પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. 

એનસીબીએ આજે કિલા કોર્ટમાં ભારતી અને હર્ષને રજૂ કર્યા હતા. ભારતી અને હર્ષ પર ગાંજો લેવાનો આરોપ છે અને આ બંન્નેની એનડીપીએસ એક્ટની કલમ 37 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 

They were arrested by the Narcotics Control Bureau (NCB). https://t.co/Lq02uHxWHT

— ANI (@ANI) November 22, 2020

ભારતીની શનિવારે થઈ હતી ધરપકડ
એનસીબીએ ખાર દાંડા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને અહીંથી 21 વર્ષના એક તસ્કરને દબોચ્યો હતો. તેની પાસેથી વિવિધ ડ્રગ્સ મળી આવી જેમાં 15 બ્લોટ એનએસડી કોમર્શિયલ ક્વોન્ટિટીમાં, 40  ગ્રામ ગાંજો અને નિટ્રાઝેપેમ સાઈકોટ્રોપિક દવાઓ સામેલ છે. ડ્રગ્સ તસ્કર પાસેથી મળેલી માહિતીના આધારે એનસીબીએ બે અન્ય જગ્યાએ દરોડા પાડ્યા જેમાં કોમેડિયન ભારતી સિંહની પ્રોડક્શન ઓફિસ અને તેનું ઘર પણ સામેલ હતા. આ બંને જગ્યાએથી એનસીબીને 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. 

ડ્રગ પેડલરના મોબાઈલમાંથી મળી જાણકારી
એનસીબીના જણાવ્યા મુજબ ડ્રગ પેડલરના મોબાઈલમાંથી મળેલી જાણકારી બાદ ભારતી પર આ કાર્યવાહી કરાઈ. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ બંનેએ ગાંજાના સેવનની વાત સ્વીકારી છે. ભારતીની NDPS એક્ટ 1986 હેઠળ ધરપકડ થઈ છે અને હવે તેના પતિની પણ એનસીબીએ ધરપકડ કરી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news