Video : સંગીત સેરેમનીમાં મંગેતર સાથે ધમાલ ડાન્સ કર્યો સોનમે
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર 8 મે (મંગળવાર) લગ્નના બંધનમાં બંધાવાની છે
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર 8 મે (મંગળવાર) લગ્નના બંધનમાં બંધાવાની છે અને તેના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. રવિવારે મહેંદીના કાર્યક્રમ બાદ સોમવારે (7 મે)એ સંગીત સેરેમની માટે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં અનિલ કપૂરના પરિવાર અને બોલીવુડ હસ્તિઓનો જમાવડો થયો. આ ફંક્શનમાં સોનમે મંગેતર આનંદ આહુજા સાથે ધમાલ ડાન્સ કરીને બધાના દિલ જીતી લીધા હતા.
ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો થઈ જાહેર
સોનમ કપૂરના લગ્નના સંગીત સમારોહમાં સોનમ અને તેના ભાઈ અર્જુન કપૂર તથા ડાયરેક્ટર કરણ જૌહર પણ સામેલ થયો. સોશિયલ મીડિયા પર સોનમ કપૂરના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. સોનમ પોતાના મહેંદી ફંક્શનમાં ખુબ ખુશ અને એક્સાઇટેડ નજરે પડી. સોનમ જ નહીં પરંતુ તેમના પિતા અનિલ કપૂરે પણ મહેંદીમાં શાનદાર ડાન્સ કર્યો. સોનમ પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે 8 મેએ શિખ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાની છે અને 8 મેએ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રિસેપ્શનમાં બોલીવુડની ઘણી હસ્તિઓ પણ સામેલ થશે.