નવી દિલ્હી: બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)ના મુંબઇમાં સ્થિત તેમના ઘર 'મન્નત'ની બહાર તેમના ફેન્સની ભીડ શુક્રવારે રાતથી જ જામી ગઇ હતી. ભારે વરસાદ વચ્ચે તેમના ફેન્સની આ ભીડ રજૂ કરે છે કે શાહરૂખની પોપલેરિટી હજુ ખતમ થઇ નથી અને લોકો પણ શાહરૂખને એટલો જ પ્રેમ કરે છે જેટલો હંમેશાથી કરતા આવ્યા છે. જોકે શાહરૂખ આજે (2 નવેમ્બર) પોતાનો 54મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. દર વર્ષે શાહરૂખના બર્થડે પર તેમના ફેન્સ આખા દેશભરમાંથી તેમની એક ઝલક મેળવવા માટે મુંબઇ પહોંચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇમાં સ્થિત શાહરૂખના ઘરે 'મન્નત'ની બહાર તેમના બર્થડે પર ફેન્સની ભીડ જામી હતી, પરંતુ આ વિશે મુંબઇમાં ખૂબ વરસાદ થઇ રહ્યો હતો, તેમછતાં શાહરૂખના ફેન્સ તેમના ઘરની બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેને જાણિતા ફોટોગ્રાફર યોગેન શાહે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. આ વીડિયો શાહરૂખ ખાનના બહારનો છે, જ્યારે શાહરૂખ પોતાના ફેન્સને મળવા માટે ધાબા પર આવ્યા હતા. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે કઇ રીતે શાહરૂખને જોતાં તેમના ફેન્સ જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા અને શાહરૂખે પણ તેમનો આભાર વ્યક્ત કર્યો. તમે પણ જુઓ વીડિયો... 



તમને જણાવી દઇએ કે બોલીવુડ્માં પોતાની ઓળખ બનાવનાર શાહરૂખ ખાન બોલીવુડમાં ઘણા નામથી જાણિતા છે. ફેન્સ તેમને પ્રેમથી 'બાદશાહ', 'કિંગ ખાન', 'રોમાન્સ કિંગ', કિંગ ઓફ બોલીવુડ બોલાવે છે. શાહરૂખ ખાને બોલીવુડને ઘણા બ્લોકબ્લસ્ટર ફિલ્મો આપી છે. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેગે' જેવી રોમેન્ટિક ફિલ્મ અને 'ડર' જેવી ખતરનાક ફિલ્મોમાં પણ કિંગ ખાને દર્શકોનું દિલ જીત્યું છે. શાહરૂખે પોતાની ફિલ્મી કેરિયર દરમિયાન ઘણા ખિતાબ પોતાના નામે કર્યા છે.