નવી દિલ્હી: ભારતમાં ડોક્ટર્સ પર અનેક ટીવી સિરીયલો બનાવવામાં આવી છે. જેમાં 'સંજીવની'થી લઈને 'દિલ મિલ ગયે' જેવા અનેક શો સામેલ છે. નાના પડદા પર ડોક્ટર્સ સંબંધિત વાર્તાઓ ખુબ પસંદ કરવામાં આવી છે અને આ ટીવી સિરીયલ્સે અનેક કલાકારોને ઓળખ પણ અપાવી છે પરંતુ આપણે અહીં કોઈ ભારતીય નહીં પરંતુ જાપાની વેબ સિરીઝ 'Doctor-X'ની વાત કરી રહ્યાં છીએ. જેની વાર્તા એક ડોક્ટર પર આધારિત છે. આ વાર્તા તમને ટીવીના પડદે નહીં પરંતુ ઓનલાઈન વેબ સિરીઝ તરીકે જોવા મળશી થકશે. બહુ જ જલદી ઝી 5 પર શરૂ થવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE5 એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો


હકીકતમાં આ એક જાપાનીઝ વેબ સિરીઝ છે. જે દુનિયાભરમાં ખુબ જ હિટ થઈ ચૂકી છે. હવે આ વેબ સિરીઝને હિંદીમાં ઝી 5 દ્વારા હિંદીમાં દર્શાવવામાં આવશે. આ સિરીઝની વાર્તા એક ડોક્ટરની આસપાસ ઘૂમે છે. આ ડોક્ટરનું નામ ડાયમોન મિચિકો છે જેણે ક્યારેય હારવાનું શીખ્યું નથી. તેની તાકાત તેની પ્રતિભા છે અને જ્યારે બધા હાર માની લે છે ત્યારે તે પોતાની તાકાત બતાવે છે. આ સિરીઝમાં ડાયમોનની ભૂમિકા અભિનેત્રી રિયોકો યુનેકુરાએ ભજવી છે. જુઓ તેનું ટ્રેલર....



અત્રે જણાવવાનું કે બહુ જલદી ઝી 5 (ZEE 5) એપ  પર આ સિરીઝ શરૂ થવાની છે.