નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને રાઈટર કાદર ખાનનું 81 વર્ષનીં ઉંમરે નિધન થયું. બોલિવૂડની 300થી વધુ ફિલ્મોમાં પોતાના અભિનય, પટકથા લેખન અને ડાયલોગ  દ્વારા 4 દાયકા સુધી રાજ  કરનારા કાદર ખાનની વિદાયથી એક યુગનો અંત આવી ગયો એવું લાગે છે. 80 અને 90ના દાયકામાં બોલિવૂડની ફિલ્મોમાં મુખ્ય પાત્ર એક એવો સામાન્ય માણસ હતો કે જે ક્યારે સમાજની હીકારત ઝેલતો, તો ક્યારેક સંઘર્ષ પથ પર પોતાને સાબિત કરવા માટે મથામણ  કરતો. સમાજમાં અમીરી ગરીબી વચ્ચેની લકીર હોય કે સરકાર અને રાજકીય ભ્રષ્ટાચારથી લથપથ વ્યવસ્થાનો ઉલ્લેખ હોય. કાદર ખાને પોતાના લેખન દ્વારા તમામ વાતો ખુબ સારી રીતે ફિલ્મના પડદે ઉજાગર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનમોહન દેસાઈ અને પ્રકાશ મહેરા જેવી ફિલ્મકારોની ફિલ્મોમાં કાદર ખાને લખેલી સ્ક્રિપ્ટ આજે પણ લોકો યાદ કરે છે. એક દોર એવો પણ રહ્યો કે જ્યારે ડાયલોગ પર થિયેટરોમાં સીટી વગાડવા માટે લોકોએ વધુ લાંબી રાહ જોવી નહતી પડતી. જ્યાં પણ બે પક્ષોનો સામનો પડદા પર થાય (હીરો-વીલન, હીરો-હીરોઈન, અમીર ગરીબ, પોલીસ બદમાશ, પોલીસ હીરો) ખબર પડી જ જાય કે હવે કોઈ જોરદાર ડાયલોગ આવશે. મુકુલ આનંદની અગ્નિપથ અને હમના ડાયલોગ આજે પણ લોકો ભૂલ્યા નથી. 



કાદર ખાને પોતાના ડાયલોગ દ્વારા જ્યાં મર્દની ખુદ્દારીને ઉજાગર કરવાની કોશિશ કરી ત્યાં તેમણે ઔરતના બદલાની આગને પણ વાચા આપી. ડાઈરેક્ટર રાકેશ રોશનની ખુદગર્ઝ, ખૂન ભરી માંગ, કાલા બજારના ડાયલોગ તેના ઉત્તમ ઉદાહરણ છે. 


એક કાર્યક્રમ દરમિયાન કાદર ખાને એવી વાત કરી હતી કે આજકાલ ફિલ્મોમાં બધુ પહેલાની ફિલ્મો કરતા ઉચ્ચ ક્વોલિટીનું થયું છે પરંતુ ચીજો ખરાબ થઈ છે... ભાષા....


કાદર ખાને કહ્યું હતું કે 'આજની ફિલ્મોમાં બધુ બેસ્ટ  થયું છે, કલર, એક્ટિંગ,...પરંતુ ભાષા ખુબ ખરાબ થઈ ગઈ છે. આજથી 15-20 વર્ષ પહેલા મેં ખોટી ભાષાનો ઉપયોગ ફિલ્મોમાં કર્યો, તે કવાયત ગ્રામર (વ્યાકરણ) બની ગઈ અને આજ સુધી તેનો ઉપયોગ થઈ રહ્યો છે. હું વિચારતો હતો કે હું પાછો આવીશ અને ફરીથી તેને ઠીક કરીશ...  હું આવીશ કરીશ અને પછી આ દુનિયાથી જતો રહીશ....'