Vikrant Massey:વિક્રાંત મૈસીની ગણતરી બોલીવુડના સફળ કલાકારોમાં થવા લાગી છે. તાજેતરમાં જ વિક્રાંત મૈસીની ફિલ્મ 12th ફેલ રિલીઝ થઈ હતી અને તેની સફળતાની ચર્ચા આજ સુધી થઈ રહી છે. આ ફિલ્મમાં વિક્રાંત મૈસીના અભિનયને દર્શકોથી લઈને સેલિબ્રિટી પણ વખાણી ચૂક્યા છે. વિક્રાંત મૈસી પણ આ ફિલ્મની સફળતાને માણી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિક્રાંત વિક્રાંત મૈસીના કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી થઈ હતી. ટેલિવિઝન શો બાલિકા વધુ થી વિક્રાંત મેસીએ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં વિક્રાંત મૈસીએ મોટો ખુલાસો કર્યો કે તેણે કયા કારણોથી ટીવી છોડી દીધું. 


આ પણ વાંચો: Bade Miyan Chote Miyan ફિલ્મનું ટાઈટલ ટ્રેક ગણતરીની મિનિટોમાં થયું વાયરલ, જુઓ તમે પણ


આ મુલાકાત દરમિયાન વિક્રાંત મૈસીએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે થયેલા અનુભવોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે એક ઘટનાના કારણે તેને ટીવીમાં કામ કરવાનું છોડી દીધું. વિક્રાંત મૈસીએ જણાવ્યું હતું કે ઘણી બધી વસ્તુઓ હતી જે વારંવાર થઈ રહી હતી જેના કારણે તેણે ટીવી છોડ્યું. તેણે જણાવ્યું કે જ્યારે કોઈ વસ્તુ કામ કરે છે તો વારંવાર તેનું જ રિપીટેશન થાય છે. ટીવીમાં જ્યારે સ્ત્રી દ્વેષી કન્ટેન્ટ ચાલતું હતું તેમાં વારંવાર વહુ પર થતા અત્યાચારોને દેખાડવામાં આવતા. વારંવાર આજ વસ્તુ દેખાડવામાં આવતી હતી. લોકોને સ્ત્રી દ્વેષી કન્ટેન્ટ બતાવીને ટીઆરપી મેળવવામાં આવી રહી હતી.


આ પણ વાંચો: ફેન્સને મળવા ઘરની બહાર આવેલા અમિતાભ બચ્ચન થઈ ગયા ઈમોશનલ, શેર કર્યો ખાસ Video


વિક્રાંત મૈસીએ જણાવ્યું કે ટીવી પર પરેશાન કરી દે તેવી ઘણી બધી વસ્તુ થતી જેમ કે રેટિંગ અનુસાર એક જ પ્રકારના એપિસોડ બનાવવા મહા એપિસોડની માંગ કરી લોકોને કલાકોના એપિસોડ દેખાડવા. તેને જણાવ્યું કે તેને એક સમય સુધી આ વસ્તુઓનો વિરોધ કર્યો અને પછી નક્કી કરી લીધું કે તે આ કામ નહીં કરે.  વિક્રાંત મૈસીએ એમ પણ જણાવ્યું કે એક ટીવી એક્ટર તરીકે તેનો યોગ્ય ઉપયોગ થતો નથી તેવો અનુભવ તેને થયો અને તેણે વિચાર્યું કે તે આના કરતાં પણ સારું કામ કરી શકે છે. તેથી તેણે ટીવીમાં કામ કરવાનું છોડી દીધું. 


આ પણ વાંચો: રકુલ-જેકી પહેલા આ બોલીવુડ સ્ટાર્સ કરી ચુક્યા છે ગોવામાં લગ્ન, જુઓ લગ્નના શાનદાર ફોટો


વિક્રાંત મૈસીના વર્કફ્રંટની વાત કરીએ તો વિક્રાંત મૈસી હવે હસીન દિલરુબા ફિલ્મની સિક્વલમાં અને રાજકુમાર હીરાની દ્વારા નિર્મિત એક વેબ સિરીઝમાં જોવા મળશે.