Bade Miyan Chote Miyan ફિલ્મનું ટાઈટલ ટ્રેક ગણતરીની મિનિટોમાં થયું વાયરલ, જાણો શું છે કારણ

Bade Miyan Chote Miyan: બડે મિયા છોટે મિયા ફિલ્મના આ પહેલા ગીતમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનો સ્વેગ જોવા મળે છે સાથે જ તેના ડાન્સ મૂવ્સ પણ જોવા જેવા છે. ટાઇટલ ટ્રેકમાં બંને કલાકારોની જબરદસ્ત બોન્ડિંગ પણ જોવા મળે છે. 
 

Bade Miyan Chote Miyan ફિલ્મનું ટાઈટલ ટ્રેક ગણતરીની મિનિટોમાં થયું વાયરલ, જાણો શું છે કારણ

Bade Miyan Chote Miyan: બોલીવુડના ખેલાડી કુમાર અને સ્ટંટ સ્ટાર ટાઈગર શ્રોફની મચઅવેટેડ ફિલ્મ બડે મિયા છોટે મિયાંનું ટાઈટલ ટ્રેક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. બડે મિયા છોટે મિયા ફિલ્મના આ પહેલા ગીતમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનો સ્વેગ જોવા મળે છે સાથે જ તેના ડાન્સ મૂવ્સ પણ જોવા જેવા છે. ટાઇટલ ટ્રેકમાં બંને કલાકારોની જબરદસ્ત બોન્ડિંગ પણ જોવા મળે છે. આ ટાઈટલ ટ્રેક શેર થયાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. 

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયા છોટે મિયાનું ટાઈટલ સોંગ લોકોને પસંદ પડી રહ્યું છે. આ ટાઈટલ ટ્રેકની લાઈન 1998 માં આવેલી અમિતાભ બચ્ચન અને ગોવિંદાની ફિલ્મ બડે મિયા છોટે મિયાની ઓરીજનલ લાઈન પરથી લેવામાં આવી છે. આ ગીતને અનિરુદ્ધ રવિચંદ્ર અને વિશાલ મિશ્રાએ ગાયું છે. જ્યારે આ ટાઈટલ ટ્રેકને વિશાલ મિશ્રાએ કમ્પોઝ કર્યું છે. ટાઇટલ ટ્રેકના શબ્દો ઈરશાદ કામિલના છે. 

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ નું ગીત રિલીઝ થયાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે . આ ગીત ઉપર નેટીજન્સ જોરદાર રિએક્શન આપી રહ્યા છે. ટાઇટલ ટ્રેકમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની બોન્ડિંગ જોઈને લોકો કહી રહ્યા છે કે ફિલ્મ સુપરહિટ સાબિત થશે. 

બડે મિયા છોટે મિયા ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની સાથે પૃથ્વીરાજ સુકુમારન, માનુષી છિલ્લર અને અલાયા એફ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news