Video : દીપિકા અને શાહરૂખનો `ભોજપુરી લુંગી ડાન્સ` વાઇરલ, જોઈને સુધરી જશે રવિવાર
`ચેન્નાઇ એક્સપ્રેસ`નું ડિરેક્શન રોહિત શેટ્ટીએ કર્યું છે
નવી દિલ્હી : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ'નો 'લુંગી ડાન્સ' બહુ ફેમસ થયો હતો. આ ગીત લગ્ન તેમજ પાર્ટીઓમાં છવાઈ ગયું હતું. હની સિંહના અવાજમાં આવેલું આ રેપ સોન્સ રિલીઝની સાથે જ છવાઈ ગયું હતું. હોલિવૂડ સ્ટાર વિન ડિઝલ જ્યારે પોતાની ફિલ્મના પ્રમોશન માટે ભારત આવ્યો હતો ત્યારે તેણે દીપિકા સાથે લુંગી ડાન્સ કર્યો હતા.
BOX OFFICE પર દોડી 'રેસ 3', બે દિવસમાં અધધધ કમાણી
હાલમાં આ ગીતનું ભોજપુરી વર્ઝન યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યું છે. ભોજપુરી ભાષાની પોતાની આગવી મીઠાસ છે અને આ 'લુંગી ડાન્સ'ને થોડા પંજાબી, થોડા સાઉથ ઇ્ન્ડિયન અને થોડા ભોજપુરી અંદાજમાં ગાવામાં આવ્યું છે.