નવી દિલ્હી : હાલમાં સલમાન કાન ફિલ્મોથી માંડીને ટીવી સુધીના અનેક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં સલમાન ખાન પોતાના આખા ગ્રૂપ સાથે વર્લ્ડ ટૂર કરી રહ્યો છે. તેની આ ટૂરમાં તેની સાથે કેટરિના કૈફ, જેકલિન ફર્નાન્ડિસ, સોનાક્ષી સિંહા અને ડેઇઝી શાહ છે. હાલમાં જ સલમાન પોતાની આખી ટીમને લઈને યુએસમાં મેગા ઇવેન્ટનો હિસ્સો બનવા પહોંચ્યો. અહીં દર્શકોને 'ભાઇજાન'નો ખાસ અંદાજ બહુ પસંદ પડ્યો હતો. પોતાના ચાહકોને જોઈને સલમાન પણ મસ્તીના મૂડમાં આવી ગયો હતો. 


ફિલ્મ 'દબંગ'ના ગીત 'મુન્ની બદનામ હુઇ' પર જેવા સલમાને ઠુમકા લગાવ્યા કે ચાહકોએ ભારે ધમાલ મચાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ડાન્સ બહુ વાઇરલ થઈ રહ્યો છે. 'દબંગ'ના આ ગીત પર સલમાનની ભૂતપૂર્વ ભાભી મલાઇકા અરોરા ખાને ડાન્સ કર્યો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...