મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને રણબીર કપૂરની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ તસવીરને અલગઅલગ કેપ્શન આપીને ચાહકો સોશિયલ મીડિયામાં શેયર કરી રહ્યા છે. હકીકતમાં આ તસવીર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના દિવંગત પિતા અશોક ચોપડાની શોકસભાની છે. આ શોકસભા10 જુન, 2013ના દિવસે મુંબઈમાં યોજવામાં આવી હતી. આ તસવીરમાં દીપિકા એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર સામે જોઈ રહ્યા છે જ્યારે રણવીરના ચહેરના પર ગુસ્સાના ભાવ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ચર્ચા પ્રમાણે આ સમયે દીપિકા અને રણવીર ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા-રામલીલા'નું શૂટિંગ કરી રહ્યા છે. આ સમયે જ અફવા હતી કે રણવીર અને દીપિકા એકબીજાને ડેટ કરી રહ્યા છે અને દીપિકા તેમજ રણબીરનું  બ્રેક-અપ થઈ ગયું છે. રણવીર, દીપિકા અને રણબીર એકસાથે અનેકવાર ક્લિક થયા છે પણ આ તસવીરમાં ત્રણેયના એક્સપ્રેશન તેમના સંબંધો કેટલા જટિલ છે એની ચાડી ખાઈ જાય છે. 


પોલીસને મળી ગઈ 'ભૈયા..ભૈયા...' કરીને રોતી પીડિતા, જણાવી દિલ કંપાવી દેતી હકીકત


હાલમાં દીપિકા અને રણવીરના લગ્નની ચર્ચા ચાલી રહી છે પણ દીપિકા એક સમયે રણબીર કપૂરને ડેટ કરી રહી હતી. તેમણે ‘બચના એ હસીનોં’માં સાથે કામ કર્યું હતું પણ થોડા સમયમાં તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું અને રણબીરના જીવનમાં કેટરિના કૈફન એન્ટ્રી થઈ ગઈ હતી. સામા પક્ષે દીપિકા અને રણવીર સિંહ પણ એકબીજાની નજીક આવ્યા હતા.