મુંબઈ : બોલિવૂડ સ્ટાર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર હાલમાં પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. આ જોડીની તસવીરો પણ વાઇરલ થઈ રહી છે. હાલમાં ફરહાન અને શિબાનીની મેક્સિકો બીચ પર લેવાયેલી તસવીર વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં ફરહાન અને શિબાની સમુદ્રમાં ભરપુર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન શિબાની બ્રાઉન બિકીનીમાં સુપરહોટ દેખાઈ રહી હતી અને ફરહાન શોર્ટસમાં જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આ તસવીરને કારણે ફરહાનના પરિવારમાં સમસ્યા ઉભી થઈ છે. ડેક્કન ક્રોનિકલમાં આવેલા સમાચાર પ્રમાણે સુત્રએ કહ્યું છે કે,''ફરહાનના પરિવારજનો આ તસવીરથી ખુશ નથી. હજી ફરહાનના ડિવોર્સ થોડા સમય પહેલાં જ થયા છે અને તેને બે મોટી દીકરીઓ છે. ફરહાનના પરિવારને શિબાની સાથે કોઈ વાંધો નથી પણ તેમને આ તસવીરો પસંદ નથી પડી.''


ફરહાન પોતાના સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય છે અને પોતાના જીવન વિશે હંમેશા એક ઝલક આપતો રહે છે. તેણે શિબાની સાથે પોતાના સંબંધ વિશે ન તો કંઇ લખ્યું ન તો કંઇ શેર કર્યું છે. તેણે થોડા સમય પહેલા શિબાની સાથે કેટલીક તસ્વીરો શેર કરી હતી પરંતુ તેવું ન જાણી શકાયું કે બંન્ને વચ્ચે શું સંબંધ છે. મહત્વનું છે કે, ફરહાન અખ્તરે અધુના ભાબાની સાથે લગ્ન કર્યાં હતા પરંતુ 16 વર્ષના લગ્ન જીવન બાદ બંન્નેએ આ સંબંધ તોડી નાખ્યો હતો. બંન્નેને બે પુત્રીઓ પણ છે. અધુના પણ પોતાના એક મિત્રને ડેટ કરી રહી છે જેના ફોટો તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 


ફરહાનની કરિયરની વાત કરીએ તો તે બહુ જલ્દી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપડા જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ આટોપાઈ ગયું છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે ફરહાન અને શિબાની બહુ જલ્દી એક પ્રોજેક્ટ પર સાથે જોવા મળશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...