મુંબઈ : એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તમે ફિલ્મો પડદા કે ટીવી સ્ક્રીનથી દુર રહીને પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ચર્ચામાં રહી શકો છો. આ વાતનો પુરાવો છે કવિતા કૌશિકની લેટેસ્ટ તસવીરો. ટેલિવૂડમાં ચંદ્રમુખી ચૌટાલા તરીકે ભારે લોકપ્રિયતા મેળવનાર કવિતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના હોટ અને બોલ્ડ ફોટાઓથી ભરાયેલું છે અને આ તસવીરો તરત વાઇરલ થઈ જાય છે.


હાલમાં કવિતાએ પોતાના પતિ રોનિત બિશ્વાસ સાથે કેટલાક બોલ્ડ પોઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ તસવીરો તરત વાઇરલ થઈ ગઈ હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...