નવી દિલ્હી : બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા હાલમાં પોતાના કથિત બોયફ્રેન્ડ નિક જોનાસ સાથેના સંબંધોને કારણે બહુ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા રવિવારે પોતાના બ્રોયફ્રેન્ડ નિક જોનાસ, ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને કઝિન પરિણીતી ચોપરા સાથે ગોવા માટે રવાના થઈ હતી. એવી પણ ચર્ચા છે કે ગોવામાં પ્રિયંકા અને નિક સગાઈ કરી શકે છે. નિક ગુરુવારે પ્રિયંકા સાથે ભારત આવ્યો હતો. આ બાદ બંને પ્રિયંકાની મમ્મી મધુ ચોપરા સાથે ડિનર પર ગયા હતા. હાલમાં નિક અને પ્રિયંકાની એક તસવીર ભારે વાઇરલ થઈ છે. આ તસવીર બંનેના સંબંધોની હકીકતનો મોટો ખુલાસો કરે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : ઇરફાન ખાનની 'કારવાં'નું Trailer રિલીઝ, દિલ જીતી લેશે અંદાજ


શુક્રવારે પ્રિયંકા અને નિક મુંબઈમાં એકબીજાનો હાથ પકડીને ડિનર ડેટની મજા માણતા જોવામાં આવ્યા. આ સમયે બંનેએ હાથમાં એક સરખી રિંગ પહેરી હતી. તેમના હાથમાં એક જેવી વીંટી જોવા મળી આ પ્રકારની ‘વીંટીને પ્રોમિસિંગ’ રિંગ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે પ્રોમિસિંગ રિંગ બે લોકોની વચ્ચે કમિટમેન્ટને દર્શાવે છે, અને આ જોતા લાગે છે કે રિલેશનશિપને લઈને બન્ને કેટલા ગંભીર છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...