નવી દિલ્હી : બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન પોતાના પિતાની જેમ જ દરિયાદિલ છે. ફ્રેન્ડશીપ ડે પર વાઇરલ થયેલા વીડિયોએ આ વાત સાબિત કરી દીધી છે. હકીકતમાં આર્યન ખાન 5 ઓગસ્ટના દિવસે ફ્રેન્ડશીપ ડેને સેલિબ્રેટ કરવા પોતાના મિત્રો સાથે બાંદરાની એક હોટેલમાં પહોંચ્યો હતો. અહીં આર્યન સિવાય બીજા ફિલ્મી સિતારા પણ હાજર હતા. 
 
હોટેલમાં શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર, સંજય કપૂરની દીકરી શનાયા કપૂર તેમજ સોહેલ ખાનનો દીકરો નિર્વાણ ખાન પણ હાજર હતા. આર્યન જ્યારે આ સેલિબ્રેશનમાંથી બહાર નીકળ્યો ત્યારે કેટલા ગરીબ બાળકો તેની પાછળ પૈસા માંગવા માટે દોડ્યા. આ બાળકોને જોઈને આર્યને તેને સ્માઇલ આપી. કારમાં બેસતા પહેલાં આર્યન પોતાનું ખિસ્સું ફંફોસે છે અને અંતે તેની પાછળ રહેલી વ્યક્તિ બાળકીના હાથમાં પૈસા પકડાવી દે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...