નવી દિલ્હી : લગ્ન્ એવો દિવસ હોય છે જેના માટે દરેક યુવક અને યુવતી કોઈને કોઈ પ્લાનિંગ કરતા હોય છે. દરેક વ્યક્તિના દિલમાં પોતાના લગ્ન માટે કોઈને કોઈ અરમાન હોય છે. હાલમાં જ આવા એક લગ્ન વખતે દુલ્હને એક ખાસ ડાન્સ કરીને દુલ્હાને સરપ્રાઇઝ આપીને પોતાના લગ્નને યાદગાર બનાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 તોલાના સોનાના અસ્તરાથી કરાય છે દાઢી, હજામતની કિંમત છે...


યુ ટ્યૂબ પર @ladygypsyfilmsએ એવી દુલ્હનનો વીડિયો શેયર કર્યો છે જેમાં દુલ્હને પોતાના લગ્નમાં સરપ્રાઇઝ ડાન્સ પર્ફોમન્સ કરીને દુલ્હાનું દિલ જીતી લીધું હતું. દુલ્હા માટે આ  ડાન્સ એક સરપ્રાઇઝ હતો. દુલ્હો આ ડાન્સ જોઈને એટલો ખુશ થઈ ગયો કે તેણે દુલ્હનને ઉંચકી લીધી હતી. 



આ વીડિયો લેડી જિપ્સી વીડિયોગ્રાફર ટીમ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દુલ્હન સંજય લીલા ભણસાલીની 'બાજીરાવ મસ્તાની'ના 'નજર જો તેરી લાગી' અને 'ગોલિયોં કી રાસલીલા : રામલીલા'ના ગીત 'ધિનધડાક ધિન ધડાક' પર ડાન્સ કરી રહી છે.