મુંબઈ : છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નનું સેલિબ્રેશન કરી રહેલી દીપિકા પાદુકોણે હવે ફિટનેસ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દીપિકા હવે સેલિબ્રેશનમાંથી ફ્રી થઈને પાછી શૂટિંગ પર આવી છે. સાથે તે પોતાની હેલ્થનું સંપૂર્ણપણે ધ્યાન રાખી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં દીપિકા ખૂબ એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે. સીડીઓ પર દોડતી દીપિકાએ ટી શર્ટ અને જોગર્સ પહેર્યા છે.


થિયેટરનો પડદો ગજાવશે શિવસેના સુપ્રીમો, ઠાકરેનું ટ્રેલર રિલીઝ


દીપિકાનો આ વીડિયો તેના ફિટનેસ ટ્રેનર નૈમે શેયર કર્યો છે. નૈમ લાંબા સમયથી દીપિકાનો ફિટનેસ ટ્રેનર છે અને તે પોતાની સોશિયલ મીડિયા વોલ પર અવારનવાર દીપિકાના વીડિયો શેયર કરતો રહે છે. આ વીડિયો જોઈને લાગે છે કે દીપિકા જેટલી નાજુક લાગે છે એટલી જ ફિટ પણ છે. દીપિકાનો પતિ રણવીર સિંહની ફિલ્મ સિંબાના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં દીપિકા ફિલ્મ 'સિમ્બા'ના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં પોતાના સાસુ-સસરા સાથે જોવા મળી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...