અક્ષરા કઈ રીતે બની આટલી સુપરહોટ? પોસ્ટ કર્યા જિમના અંગત વીડિયો
હિના ખાન હાલમાં તેના અલગ લુકને કારણે ચર્ચામાં છે
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ હિના ખાનની ગણતરી લોકપ્રિય ટીવી સ્ટાર તરીકે થાય છે. સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં‘ની અક્ષરા તરીકે તેણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. આ પછી હિનાએ ‘ખતરોં કે ખેલાડી 9’ અને ‘બિગ બોસ 11’માં ભાગ લઈને પોતાના અલગ પ્રકારના વ્યક્તિત્વનો પણ લોકોને પરિચય આપ્યો છે.
હાલમાં હિના ખાને મ્યુઝિક વીડિયો ભસૂડીમાં પોતાની ડાન્સિંગ સ્ટાઇલથી લોકોના દિલ જીતી લીધા હતા. હિના જેટલી સારી એક્ટ્રેસ છે એટલી જ ફિટનેસ માટે સજાગ પણ છે. તે ગમે તેટલી વ્યસ્ત હોય પણ જિમમાં વર્કઆઉટ કરવાનું ભુલતી નથી. હાલમાં હિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જિમના અંગત વીડિયો પોસ્ટ કર્યા છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...