ઇશાની હોળી પાર્ટીમાં ગુપચુપ પહોંચ્યા કેટરિના અને વિક્કી પણ અંદર બતાવ્યો અસલી રંગ, Video થયો વાયરલ
દેશના જ નહીં પણ વિશ્વના સૌથી મોટા અને જાણીતા બિઝનેસ મેન અનિલ અંબાણીની દીકરી ઇશા અંબાણીએ પોતાના ઘરે હોળી પાર્ટી રાખી હતી. ઇશાએ આ પાર્ટી શુક્રવારે સાંજે રાખી હતી. આ પાર્ટીમાં બોલીવુડના તમામ સિતારાઓએ હાજરી આપી હતી.
મુંબઈ : દેશના જ નહીં પણ વિશ્વના સૌથી મોટા અને જાણીતા બિઝનેસ મેન અનિલ અંબાણીની દીકરી ઇશા અંબાણીએ પોતાના ઘરે હોળી પાર્ટી રાખી હતી. ઇશાએ આ પાર્ટી શુક્રવારે સાંજે રાખી હતી. આ પાર્ટીમાં બોલીવુડના તમામ સિતારાઓએ હાજરી આપી હતી. હોળી પાર્ટીમાં સામેલ થવા માટે અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને પતિ નિક જોનાસ પણ ભારત પહોંચ્યા. આ અફેરની ચર્ચાઓ વચ્ચે હોળી સેલિબ્રેશન પાર્ટીમાં કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ પણ પહોંચ્યા. બન્નેનો ઇશા અંબાણીની પાર્ટીમાંથી બન્નેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સુચિત્રા અને ભૂતપૂર્વ પતિ શેખર વચ્ચેનો ઝઘડો કરી ગયો તમામ સીમા પાર, જાહેરમાં થયો તમાશો
સલમાન ખાન અને કેટરિના કૈફ એક સમયે એકબીજાની ઘણી નજીક હતા પરંતુ પછીથી બન્નેના માર્ગ બદલાઇ ગયા હતા. કેટરિના રણબીર કપૂર સાથે છ વરસ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહી હતી પણ પછી કેટરિના અને રણબીર છૂટા પડી ગયા. હાલમાં કેટરિના અને સલમાન બહુ સારા મિત્રો છે પણ સલમાનના જીવનમાં પ્રેમિકાનું સ્થાન યુલિયાએ લઈ લીધું છે. આ સંજોગોમાં હવે કેટરિનાએ વિક્કી કૌશલ પર નજર ઠેરવી હોય એમ લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube