નવી દિલ્હી : જાન્હવી અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ધડક આ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. જ્હાન્વીની આ પહેલી ફિલ્મ પર  બધાની નજર મંડાયેલી છે. 'ધડક' એ મરાઠી સુપરહીટ ફિલ્મ 'સૈરાટ'ની સત્તાવાર રિમેક છે. આ ફિલ્મનું ડિરેક્શન શશાંક ખૈતાને કરેલું છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરના ભાઈ ઇશાને પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે તો જહાન્વી પણ તાજી હવાની લહેર જેવી લાગે છે.  આ ફિલ્મમાં જહાન્વી અને ઇશાન સિવાય આશુતોષ રાણાનો પણ દમદાર રોલ છે. 


ફિલ્મમાં દ્રશ્યો છે જેમાં રોમાન્સ અને ફીલગુડ ફ્રેશનેસ ઇશાન અને જહાન્વી લાવી શક્યાં છે. ઇશાન અભિનયનો એકડો છે તો જાન્હવી અભિનયનો એકડો ઘૂંટી રહી છે ! પણ તોય બન્નેને સ્ક્રીન પર સાથે જોવા ગમે છે. જાન્હવીનો રૂઆબ પણ જોવો ગમે છે અને ભાગી છૂટ્યાં બાદ એના ચહેરા પરનો એ ડર, ગભરામણ પણ અનુભવાય છે. ઇશાન ધીમે ધીમે બોલિવૂડનું મહત્વનું અંગ બની જશે એમાં કોઇ શંકા નથી. ફિલ્મ જોયા બાદ જાન્હવીના સ્ટેપ બ્રધર અર્જુન કપૂરે ટ્વિટ કરીને જણાવ્યું કે તેને ફિલ્મ કેવી લાગી. અર્જુને લખ્યું કે, “આજે ‘ધડક’ રિલીઝ થઈ. શશાંક ખેતાને ખૂબસુરત લવ સ્ટોરી બનાવી છે તેમજ ઈશાન અને જાન્હવીએ સારું કામ કર્યું છે. ઈશાન તે તારી એક્ટિંગ અને એનર્જીથી દિલ જીતી લીધું, તો જાન્હવીની એક્ટિંગ જોઈને મારી બોલતી બંધ થઈ ગઈ. મને તમને બંને પર ગર્વ છે.”


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...