મુંબઈ : હાલમાં બોલિવૂડમાં રણબીર અને દીપિકાની રિલેશનશીપ ચર્ચાસ્પદ બની છે. આ જોડી નવેમ્બર મહિનામાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે.  લગ્નના સમાચારો વચ્ચે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સિક્રેટ હોલિડે પર છે. મળેલી માહિતી પ્રમાણે બંને ફ્લોરિડામાં છે. બંનેનો વીડિયો સામે આવ્યો છે જેમાં એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળી રહ્યા છે.  જોકે, વિવાદાસ્પદ વાત એ છે કે જે ફેને રણવીર-દીપિકાનો આ વીડિયો બનાવ્યો છે તે તેની સાથે મારપીટ કરવામાં આવી. રિપોર્ટ્સ મુજબ આ વીડિયો રેકોર્ડ કરનારી ફેનનું નામ જૈનબ ખાન છે. આ બોલિવૂડ કપલે જૈનબ સાથે મારામારી કરી.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...