નવી દિલ્હી : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં સલમાનના ચાહકો ફેલાયેલા છે. સલમાન જ્યાં પણ જાય છે ત્યાં તેના ચાહકો તેને ઘેરી વળે છે. પોતાના ચાહકોથી બચવા માટે સલમાન મૃોટાભાગદે ટાઇટ સિક્યુરિટીમાં રહેવાનું પસંદ કરે છે. સલમાન સિક્યુરિટીમાં રહેતો હોવા છતાં તેની સાથે ફોટો પડાવવા માટે ચાહકો પડાપડી કરતા હોય છે. 


સલમાન મોટાભાગે પોતાના પર્સનલ  બોડીગાર્ડ શેરા તેમજ પોતાની ટીમ કે પરિવાર સાથે જોવા મળે છે. હાલમાં સલમાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વીડિયો દુબઈના એક મોલનો છે જ્યાં સલમાન એકલોઅટુલો શોપની બહાર બેઠેલો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...