નવી દિલ્હી : જ્યારે આપણે કંઈ પણ નવું એક્સાઇટિંગ કામ કરતા હોઈએ ત્યારે આપણને આપણા નજીકના લોકોની યાદ આવી જતી હોય છે. આવુ જ થયું સારા અલી ખાન સાથે. સૈફ અલી ખાનની દીકરી સારાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર એડવેન્ચર સ્પોર્ટસનો એક વીડિયો શેયર કર્યો છે જેમાં સારા પોતાની માતા અમૃતા સિંહને યાદ કરે છે. 


હાલમાં સારા પોતાની ફિલ્મ સિંબાના શૂટિંગ માટે સ્વિટ્ઝર્લેન્ડમાં છે અને અહીંની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સારા પેરાગ્લાઇડિંગ કરતી નજરે ચડે છે. વીડિયામાં સારા પોતાની મમ્મીને યાદ કરીને બહુ એન્જોય કરી રહી છે. આ વીડિયોમાં સારા નદી અને હરિયાળીના પણ વખાણ કરે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...