મુંબઈ : મોડલમાંથી નન બનેલી બિગ બોસની સ્પર્ધક સોફિયા હયાત લગ્નના 1 વર્ષ પછી પતિથી અલગ થઈ ગઈ છે. તેણે પોતાના પતિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે અને એને ઘરમાંથી કાઢી મૂકયો છે. સોફિયાએ પતિ પર સગાઈની વીંટી તેમજ રોલેક્સ ઘડિયાળ વેચી દેવાનો આરોપ લગાવ્યો છે. પતિની છેતરપિંડીએ સોફિયાને માનસિક રીતે તોડી નાખી છે. હાલમાં તેણે ઇન્સ્ટા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ધ્રુસકે-ધ્રુસકે રોઈ રહી છે. 


'ભલ્લાલદેવ' સાથે હતું આ એક્ટ્રેસનું અફેર, બિઝનેસમેન સાથે તૂટી હતી સગાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોફિયાએ તેના પતિ વિશે પોસ્ટમાં લખ્યું હતું કે તે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. જે મહેલોને ડિઝાઈન કરે છે. આટલું જ નહિ તે દેવામાં ડૂબેલો હતો. તેણે કહ્યું કે એ મને પ્રેમ કરે છે. તેણે ખોટું કહ્યું હતું. પ્રેમમાં ખોટું ન બોલવાનું હોય. સોફિયાએ લખ્યું કે મેં હંમેશા પ્રેમમાં જ વિશ્વાસ કર્યો છે. પરંતુ તે મને ખોટી સાબિત કરી છે. આથી મેં તને મારી જિંદગી અને ઘરમાંથી બહાર કરી દીધો છે.