મુંબઈ : કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દીકરો તૈમુર હાલમાં ભારે ચર્ચામાં છે. તેનો એક નવો ક્યુટ વીડિયો સામે આવ્યો છે જેમાં તે સુપરક્યુટ હરકતો કરતો દેખાય છે. હાલમાં જાહેર થયેલા વીડિયોમાં તૈમુર પોતાની માતા કરીના કપૂર ખાન સાથે કારમાંથી ઉતરી રહ્યો છે. જેવો તૈમુર કારમાંથી ઉતરે છે કે તરત ફોટો જર્નાલિસ્ટ્સ તસવીરો ક્લિક કરવા લાગે છે. એક ફોટો જર્નાલિસ્ટ હાથ હલાવીને તૈમુરને હાય કરે છે અને તૈમુર પણ તરત હાથ હલાવીને કેમેરાને 'હાઇ' કહે છે.  તૈમુરની આ ક્યુટ મુવમેન્ટ કેમેરામાં ક્લિક થઈ જાય છે. 


તૈમુર અલી ખાન આખા દેશના આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તેની દરેક તસવીર વાઇરલ થઈ જાય છે. કરીના પોતે પણ તૈમુરને મળતી પ્રસિદ્ધિથી બહુ ખુશ છે અને કહે છે કે તે તો ભવિષ્યનો સ્ટાર છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...