નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફે બોલિવૂડમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. એક્ટિંગ સિવાય ટાઇગર પાસે એક્શન દૃશ્યો કરવાની પણ જબરદસ્ત સ્કિલ છે. ટાઇગરના પોતાના કેટલાક ખાસ એક્શન દૃશ્યો મીડિયામાં શેયર કરતો રહે છે. હાલમાં ટાઇગરે ફરી વાર પોતાનો એક્શન વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેયર કર્યો છે જેને જોઈને તમને આંખો પર ભરોસો નહીં થાય. 


ટાઇગરે આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે જેમાં તે હવામાં છલાંગ લગાવીને બે વાર 360 ડિગ્રી એન્ગલથી વળાંક મારે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો શેયર કરતી વખતે ટાઇગરે વીડિયો કેપ્શનમાં લખ્યું કે , 'हवाओं के बीच अपने आप को गले लगाने की कोशिश.' 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...